Homeગુજરાતમોરબીપેન્સીલની લીડ પર આઝાદી કા અમૃત મહોત્સવની મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી...

પેન્સીલની લીડ પર આઝાદી કા અમૃત મહોત્સવની મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી કરતો મોરબીનો યુવાન

-

મોરબી ન્યુઝ : આજરોજ તારીખ 15 ઑગસ્ટે દેશભરમાં સ્વતંત્રતા પર્વ (Independence Day) ઉજવણી થઈ રહી છે. આ દિવસે ભારત અંગ્રેજી હકૂમતની બેડીમાંથી આઝાદ થયું અને વિશ્વની સૌથી મોટી લોકશાહી આકાર લઈ રહી હતી. 75 વર્ષ પહેલા ભારત આઝાદ થયુું ત્યારથી વિવિધ ક્ષેત્રમાં સિધ્ધીઓ હાંસલ કરી વિશ્વ માટે વિશિષ્ટ યોગદાન પુરુ પાડતું રહ્યું છે. ત્યારે મોરબીના એક કલાકાર પોતાની અનોખી કળાથી આઝાદી કા અમૃત મહોત્સવનો લોગો (Azadi ka Amrit Mahotsav Logo) તૈયાર કર્યો છે.

morbi kamlesh nagvadiya pencil art azadi ka amrit mahotsav gujarat
Pencil Art by Morbi Artist

પ્રધાનસેવક નરેન્દ્ર મોદી (PM Modi) સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની જાહેરાત કરી વર્ષ આખું ઉજવણી કરી છે. ત્યારે દેશના નાગરિકો પણ ઉત્સાહ પૂર્વક આઝાદીની ઉજવણી કરવા જોડાયો છે. જેમાં મોરબીના કલાકાર યુવાન કમલેશ નગવાડીયાએ અનોખી કલાથી ઉજવણી કરી છે.

જૂઓ વિડીયો- જાણો દેશના તિરંગા રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ અને રોચક માહિતી

કમલેશ નગવાડીયા (Kamlesh Nagvadiya)એ સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે આઝાદી કા અમૃત મહોત્સવનો લોગો પેન્સીલની લીડ પર આબેહૂબ કંડાર્યો છે. દેશભક્ત યુવાને આઝાદીની 76મી વર્ષગાંઠની અનોખી કળાથી ઈસરોનું રોકેટ તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષનો લોગો કંડારી કલાનો નમુનો રજૂ કર્યો હતો.

Must Read