Homeગુજરાતમોરબીમોરબીમાં આ સ્થળે લહેરાશે 108 ફૂટ ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ

મોરબીમાં આ સ્થળે લહેરાશે 108 ફૂટ ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ

-

મોરબી : આગામી તારીખ 15 ઓગસ્ટના રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા 108 ફૂટ ઉંચો રાષ્ટ્ર ધ્વજ (108 Feel Tall National Flag) લહેરાવાનું આયોજન કરવામાં આવશે. મોરબી નગરપાલિકા દ્વારા વિશેષ રીતે કાયમી ધ્વજ લહેરાવવા માટે 15 ઓગસ્ટ પહેલા તૈયારીઓ તડામાર ચાલી રહી છે.

મોરબી નગરપાલિકા દ્વારા નગરના ઉમિયા સર્કલ ખાતે 108 ફૂટ ઉંચો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે. આ માટે નગરપાલિકા તંત્ર દ્વાર તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

108 ફૂટ ઉંચા પોલ ઉપર 20 બાય 30 ફૂટ સાઇઝનો વિશાળ રાષ્ટ્રધ્વજ કાયમી રીતે ફરકાવામાં આવશે.15 ઓગસ્ટ પહેલા અથવા 15 ઓગસ્ટના દિવસે ઉમિયા સર્કલ ખાતે રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવશે સાથે જ નયનરમ્ય લાઇટિંગ પણ કરાશે. હાલ ઉંચો પોલ બનાવવાનું અને રાષ્ટ્રધ્વજ બનાવાનું કામ ચાલુ હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...