Homeગુજરાતમોરબીમહેન્દ્રનગર પાસે બસ સ્ટોપ નહીં થતા વિદ્યાર્થીઓ વિફર્યા: મોરબી

મહેન્દ્રનગર પાસે બસ સ્ટોપ નહીં થતા વિદ્યાર્થીઓ વિફર્યા: મોરબી

-

મોરબી સમાચાર : મોરબી (Morbi) આસપાસના ગામ અને વિસ્તારના લોકો અભ્યાસ માટે મોરબી આવતા હોય છે. આ વિદ્યાર્થીઓ મોટાભાગે એસટી બસના સહારે અપડાઉન કરતા હોય છે. પરંતુ એસટી બસ જો સ્ટોપ પર ઉભી જ ન રહે તો કેવી હાલત થાય તે વિચારી શકાય છે. મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ (Mahendranagar Bus Stand) પર બસ ઉભી નહીં રહેતા છાત્રો વિફર્યા હતા.

સમગ્ર મામલો એવો છે કે મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે બસ સ્ટોપમાં બસ ઉભી રહેતી હોય છે. અહિંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અપડાઉન પણ કરતા હોય છે. ત્યારે આજરોજ તારીખ 28 જૂલાઈના રોજ મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટોપ બસ ઉભી નહીં રહેત વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.

વધુ વાંચો- સ્મૃતિ ઈરાની અને સોનિયા ગાંધી વચ્ચે લોકસભામાં ટપાટપી કેમ થઈ જાણો

રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ (Morbi Police) તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થીઓને સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો.

વધુ વાંચો- રાજકોટમાં ધોળા દિવસે કેમરાની નજરમાંથી બાઈક ચોરીનો વિડીયો

Must Read