Homeગુજરાતમીઠાના કારખાનામાં દિવાલ ધરાશાયી: 10ના મોત, 30 દટાયાની આશંકા

મીઠાના કારખાનામાં દિવાલ ધરાશાયી: 10ના મોત, 30 દટાયાની આશંકા

-

Latest Halvad Gujarati News મોરબી : મોરબીના હળવદ Halvad માં સ્થિત એક મીઠાના કારખાનામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. કારખાનામાં ધરાશયી થયેલી દિવાલ કામદારો પર પડતા કરુણાંતિકા સર્જાય છે. પ્રાપ્ત વિગતો મુજબ 30 જેટલા કામદારો દટાયાની આશંકા છે.

Latest Halvad Gujarati News મીઠાના કારખાનામાં દિવાલ ધરાશાયી: 10ના મોત મોરબીના હળવદના GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં દુર્ઘટના ઘટી છે. અચાનક દિવાસ ધરાશાયી થતા કારખાનામાં કામ કરી રહેલા કામદારો કાટમાળ હેઠળ દબાઈ ગયા છે. જેમાં આશરે 30 જેટલા લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. હાલ JCB દ્વારા કાટમાળ દુર કરી બચાવ કામગીરી ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સત્તાવાર રીતે મૃતકઆંક હાલ સુધી જાહેર થયો નથી. પરંતુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા અને ફસાયેલાને બચાવવા રાહત કામગીરી શરૂ કરી દેવાય છે. આશંકા સેવાઈ રહી છે કે, મૃતકોનો આંકડો 10 કરતા વધી શકે છે.

Must Read