Homeગુજરાતમોરબીવૃધ્ધના હાથમાંથી થેલી ઝૂંટવી રૂપીયા પોણા બે લાખની લૂંટ: મોરબી

વૃધ્ધના હાથમાંથી થેલી ઝૂંટવી રૂપીયા પોણા બે લાખની લૂંટ: મોરબી

-

મોરબી ન્યુુઝ : મોરબી (Morbi)માં લૂંટારા અને તસ્કરોને મોકળું મેદાન હોય તેમ ચોરીના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે મોરબીના કુબેર સિનેમા પાસેથી વૃધ્ધને લૂંટારાએ નિશાન બનાવ્યાની માહિતી મળી રહી છે. જેમાં વૃધ્ધના હાથમાં રહેલી થેલી ઝૂંટવી લૂંટારાઓએ રૂપિયા પોણા બે લાખની માતબાર રકમની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર વૃધ્ધે આ ઘટના મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ (Morbi City B Division Police Station)માં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના ત્રાજપર ધાર વિસ્તારમાં આવેલા કુબેર સિનેમા (Kuber Cinema) પાછળ રહેતા દેવજીભાી ગણેશીયા નામના વૃધ્ધને લૂંટારાઓ દ્વારા લૂંટી લેવાયાની ઘટના નોંધાઈ છે. જેમાં ફરિયાદી વૃધ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ 8 ઑગસ્ટના રોજ સવારે 6 વાગ્યાના સુમારે ચા-નાસ્તાની કેબીન જવા નિકળ્યા હતા. તેઓ આ કેબીનમાં મોબાઈલ રિચાર્જ, મની ટ્રાન્સ્ફર અને ચા-નાસ્તાનો વેપાર કરે છે. શનિવાર અને રવિવારની બે દિવસની રજા હોવાના લીધે તેઓએ મની ટ્રાન્સફર કર્યાની રકમ ઘરે રાખી હતી.

વધુ વાંચો- રાજ્યના 23 Dyspની બદલી 3 PIની બઢતી

પરંતુ જ્યારે સોમવારે તેઓ ઘરેથી કેબીન પર જવા નિકળા ત્યારે તેમણે એક થેલીમાં શ્વાન માટે રોટલી, દૂધ અને બીજી થેલીમાં રોકડ રકમ રૂપિયા પોણા બે લાખ રાખ્યા હતા. આ બંને થેલી સાથે લઈ તેઓ કેબીન જઈ રહ્યાં હતા દરમિયાન કુબેર સિનેમા પાસે કોઈ અજાણ્યા માણસે પાછળથી ઝૂંટવી લીધી હતી. લૂંટારાએ અચાનક તરાપ મારતા વૃધ્ધ લથડી પડ્યા હતા અને તેઓએ પાછળ જોયું તો એક યુવાન મોં પર રૂમાલ બાંધી લાલ રંગના કપડામાં હતો. દેવજીભાઈ આ લૂંટારા પાછળ જવા પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યાં હતા.

જે થેલીની તસ્કરી થઈ તેમાં મની ટ્રાન્સફર અને મોબાઈલ રિચાર્જ અને ટીવી રિચાર્જ સહિતના રૂપિયા પોણા બે લાખની રકમ હતી. આ ઘટનાની ભોગબનનાર ફરિયાદી દેવજીભાઈએ મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વૃધ્ધની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો- વરના તુજે ઓર તેરે પાર્ટનર કો ઠોક દેંગે; ધમકી આપનારને મોરબી પોલીસે દબોચી લીધો

Must Read