મોરબી : મોરબી (Morbi)ના રાફાળેશ્વરમાં મોટા પાયે ઉદ્યોગ વિકાસ થઈ રહ્યો છે. રફાળેશ્વર GIDC એસ્ટેટના એસોસિએશન પણ કાર્યરત છે. જેમાં GIDC એસ્ટેટના ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ તરીકે અમિતભાઈ કાસુન્દ્રાની બિનહરીફ વરણી કરવામાં આવે છે.
રફાળેશ્વર જી.આઈ.ડી.સી. એસ્ટેટના ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન (Rafaleshvar GIDC Estate Industrial Association)ના સભ્યોની મિટીંગમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે અમિતભાઈ કાસુન્દ્રા, ઉપપ્રમુખ તરીકે સંદિપભાઈ ધમાસણા, સેક્રેટરી તરીકે યોગેશભાઈ દેત્રોજા, ખજાનચી તરીકે મુકેશભાઈ આદ્રોજા અને અન્ય 17 કમિટી સભ્યોની વરણી કરવામાં આવી હતી.
નવનિયુક્ત હોદ્દેદારો અને સભ્યો ટૂંક સમયમાં પોતાનો કાર્યભાર સંભાળશે. ભૂતપૂર્વ પ્રમુખ ડાહ્યાભાઈ આદ્રોજાએ નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમને શુભેછાઓ પાઠવી હતી.
વધુ વાંચો- રાજકોટ ડિવિઝનની આ ટ્રેન 28 ઓગસ્ટ સુધી દર શનિ-રવિ રદ્દ રહેશે
વધુ વાંચો- ભેંસનું દૂધ અને ફેટ સ્પ્રેડના નમુના ફેલ થતા દંડ ફટકારતું રાજકોટ મનપા