Homeજાણવા જેવુંપેલી વાર મહિલા ક્રિકેટરને મળશે આ સન્માન

પેલી વાર મહિલા ક્રિકેટરને મળશે આ સન્માન

-

ખેલ રત્ન માટે મિતાલી રાજની પસંદગી, ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા ક્રિકેટરને મળશે આ સન્માન (Mithali Raj will be honored with Khel Ratna)

ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સમાં તેમના શાનદાર પ્રદર્શન માટે મહિલા ટેસ્ટ ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અને ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખિલાડી નીરજ ચોપરા સહિત 11 ખેલાડીઓના નામને આ સન્માન માટે નિમણૂક કરવામાં આવ્યાં છે.

મિતાલી પહેલી મહિલા ક્રિકેટર છે, જેને આ સન્મા મળવા જઈ રહ્યું છે – Mithali Raj will be honored with Khel Ratna

આ પહેલા સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની સહિત ઘણા દિગ્ગજો આ સન્માન પોતાના નામે કરી ચુક્યા છે, પરંતુ આ યાદીમાં પ્રથમ વખત કોઈ મહિલા સામેલ થઈ રહી છે.

મિતાલી વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે

તેણે 220 વનડે મેચમાં 51.32ની સરેરાશથી 7,391 રન બનાવ્યા છે. તેણે મહિલા વનડેમાં અત્યાર સુધીમાં 59 અડધી સદી અને સાત સદી ફટકારી છે. તે વનડે ક્રિકેટમાં 6,000 અને 7,000 રન બનાવનાર એકમાત્ર મહિલા ક્રિકેટર પણ છે. દક્ષિણ આફ્રિકા સામેની હોમ વનડે સિરીઝમાં મિતાલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 10,000 રન પૂરા કર્યા. તે આવું કરનાર વિશ્વની બીજી અને ભારતમાં પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી.

Mithali Raj will be honored with Khel Ratna
Mithali Raj will be honored with Khel Ratna | image credit : business-standard.com

હોમ ક્રિકેટમાં મિતાલી રાજનું પ્રદર્શન હંમેશા શાનદાર રહ્યું છે

અને તેના સિવાય અન્ય કોઈ મહિલા ક્રિકેટર આ મુકામ હાંસલ કરવાની નજીક નથી. મિતાલી રાજે વર્ષ 1999માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તે છેલ્લા 22 વર્ષથી ભારત માટે સતત પ્રદર્શન કરી રહી છે, તેથી તે આ સન્માનને પાત્ર છે. મિતાલી રાજે સપ્ટેમ્બર 2019ના રોજ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. આ સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાની યાદીમાં તે 7મા નંબરે છે.

Mithali Raj will be honored with Khel Ratna
Mithali Raj will be honored with Khel Ratna | image credit : scroll.in

જાણો રાજસ્થાનના જોધપુરમાં જન્મેલી મિતાલીના નાનપણ વિશે –

રાજસ્થાનના જોધપુરમાં જન્મેલી મિતાલીને નાનપણથી જ ડાન્સનો શોખ હતો. તે ડાન્સ સિવાય અન્ય કામ કરવામાં આળસુ હતી, તેથી તેના પિતાએ તેને ક્રિકેટ રમવાની સલાહ આપી. ભારતનાટ્યમ અને ક્રિકેટ બંને એકસાથે કરનાર મિતાલીએ પોતાની કારકિર્દી માટે ક્રિકેટ પસંદ કર્યું. 17 વર્ષની ઉંમરે તેની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ હતી, ત્યારબાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.  

Mithali Raj will be honored with Khel Ratna
Mithali Raj will be honored with Khel Ratna | image credit : wikibio.in

ગુજરાતીમાં જાણવા જેવું – Farmers Protest -પોલીસે કિસાન આંદોલન સ્થળ પરના રસ્તા ખોલવાનું ચાલુ કર્યું.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....