Homeગુજરાતવિપક્ષનું કામ મંત્રી કરે છે – અધધ...કરોડોનો ભ્રષ્ટાચાર પકડતા મહેસુલ મંત્રી ત્રિવેદી

વિપક્ષનું કામ મંત્રી કરે છે – અધધ…કરોડોનો ભ્રષ્ટાચાર પકડતા મહેસુલ મંત્રી ત્રિવેદી

-

ટૂંક સાર – વિપક્ષને કરવાનું કામ કરતા ગુજરાતના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Minister Rajendra Trivedi) એ વડોદરામાં (Vadodara) રૂપિયા 12 કરોડનો (12 Cr) મસમોટો જમીન સંપાદન ભ્રષ્ટાચાર (Corruption) ઉઘાડો પાડ્યો છે. આગમી બજેટમાં મહેસુલ SIT ની રચના કરવાનું પણ મંત્રી ત્રિવેદીનું વચન.

મુખ્ય બાબતો –

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની કાર્યશૈલીથી સરકારના ભ્રષ્ટ અમલદારોમાં ભય જોવા મળે છે. ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા વધુ એક ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા ભ્રષ્ટાચારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

1. અધધ… કરોડોનો વહિવટ, બોગસ કાગળ

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દરોડા પાટી કેટલાક ભ્રષ્ટાચારના ખુલ્લા પાડવામાં સફળ રહ્યા છે. ત્યારે હવે તેમણે મહેસુલ ખાતાના અધિકારીના જમીન સંપાદનનો મસમોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે. આ જમીન સંપાદન કાંડમાં અધધ.. રૂપિયા 12 કરોડનો વહિવટ અને બોગસ ડોક્યુમેન્ટનો પર્દાફાશ તેમણે કર્યો છે.

2. વિપક્ષનું કામ મંત્રીને કરવુ પડે છે !

12 કરોડના મસમોટા જમીન સંપાદન કાંડમાં મહેસુલ વિભાગના અધિકારીઓ સંડોવાયેલા છે. જે બાબતે મહેસુલ મંત્રી એ મીડિયાને જણાવ્યું હતુ કે, વિપક્ષે ઉજાગર કરવાનું કામ હું કરી રહ્યો છું. મહેસુલ ખાતાના અધિકારી જમીન સંપાદન ભ્રષ્ટાચાર કર્યો છે. જેમાં બોગસ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ અને 12 કરોડના વહિવટ કર્યા છે. તેમણે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદનમાં ગેરરીતી આચરી છે.

3. આ વકિલ પણ સકંજામાં

કૌભાંડનો પર્દાફાશ કરતા મહેસુલ મંત્રી એ જણાવ્યું હતુ કે, બોગસ પાવર ઑફ એટર્ની બનાવી 12 કરોડ રૂપિયા પડાવ્યા હતા, જેમાં એ.એ. શેખ નામનો વકિલ પણ આરોપી છે.

4. મહેસુલ SIT ની જોગવાઈ થશે

ઉપરાંત ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, બજેટમાં સીટ (SIT) મહેસુલની પણ જોગાવઈ કરવામાં આવશે જે મહેસુલ વિભાગના ભ્રષ્ટાચાર અટકાવવા ઉપયોગી બનશે, મહેસુલ ખાતાની ગંભીર ફરિયાદો આ કમિટી પાસે જશે.

5. ફિલ્મી સ્ટાઈલમાં મંત્રીના દરોડા

ઉલ્લેખનીય છે કે, નાયક ફિલ્મની સ્ટાઈલમાં જ્યારે રાજેન્દ્ર ત્રિવેદી એ અમદાવાદ સ્થિત આંબાવાડી સ્ટેમ્પ ડ્યુટીની કચેરી ખાતે દરોડો પાડ્યો ત્યરે પણ વહીવટદારો અને અધિકારીઓના પર્દાફાશ થયા હતા. જેમાં અધિકારીઓના ક્લાસ લઈ લેતા ત્રિવેદી નજરે પડ્યા હતા.

6. ભ્રષ્ટબાબુ શાહી ખતમ થશે

મંત્રી ત્રિવેદીની સતર્કતા અને કાર્ય કરવાની નિષ્ઠાને કારણે આજે તેઓ ભ્રષ્ટાચારી બદ્દીઓને હટાવવાના કાર્યો કરી રહ્યા છે. પરંતુ સરકારમાં બેઠેલા બાબુઓ અને વિભાગો આ પ્રકારે કાર્યવાહી કરવામાં કેમ નીરશ છે ? એ સૌથી મોટો સવાલ છે. આ પહેલાની સરકારમાં આ પ્રકારની મંત્રીની કાર્યદક્ષતા જોવા મળી નથી પણ હવે બરોબર મંત્રી આવતા સરકારી અધિકારીઓની ભ્રષ્ટ બાબુશાહી ખતમ થશે તેવી ચર્ચા લોકમુખે ચાલી રહી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...