Homeરાષ્ટ્રીયવાંચો - સરકારએ કરી જાહેરાત, કર્કસ હોર્નની જગ્યા એ સંભળાશે વાંસળીની ધૂન

વાંચો – સરકારએ કરી જાહેરાત, કર્કસ હોર્નની જગ્યા એ સંભળાશે વાંસળીની ધૂન

-

ગડકરીએ કહ્યું- હવે વાહનોના હોર્નમાં સંભળાશે વાયોલિન અને હાર્મોનિયમની ધૂન – Minister Gadkari is considering a new law to make only Indian musical instrument sounds as vehicle horns

સોમવારે એક મોટી જાહેરાતમાં મોદી સરકારમાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેઓ એક કાયદો લાવવાની યોજના બનાવી રહ્યા છે જેના હેઠળ વાહનોના હોર્નને બદલે સંગીતનાં સાધનોનો અવાજ વાપરી શકાય. તેમણે કહ્યું કે તેઓ એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનો દ્વારા ઉપયોગમાં લેવાતા સાયરનનો પણ અભ્યાસ કરી રહ્યા છે અને તેમને ઓલ ઇન્ડિયા રેડિયો પર વગાડવામાં આવતી વધુ મધુર ધૂનમાં બદલવા પર વિચાર કરી રહ્યા છે.

ટ્રેનોમાં હોર્ન વગાડવામાં આવે ત્યારે હવે આકાશવાણીની ધૂન સાંભળવા મળશે
આ સાથે ગડકરીએ કહ્યું કે તેમણે લાલ બત્તી નાબૂદ કરી દીધી છે. તેમણે કહ્યું કે હવે હું આ સાયરનનો પણ અંત લાવવા માંગુ છું. તેમણે કહ્યું કે એક કલાકારે આકાશવાણી માટે ધૂન બનાવી હતી અને તે વહેલી સવારે વગાડવામાં આવી હતી, હું એ ધૂનનો ઉપયોગ એમ્બ્યુલન્સ માટે કરવાનું વિચારી રહ્યો છું જેથી લોકો તેને પસંદ કરે, ખાસ કરીને મંત્રીઓ જયારે પસાર ત્યારે સાયરનના ઉપયોગ જોરદાર અવાજમાં કરવામાં આવે જે ખૂબ જ કાનમાં ખુંચે એવું હોય છે,અને તે કાનને પણ નુકસાન પહોંચાડે છે.

વાંસળી, તબલા, વાયોલિન અને હાર્મોનિયમની ધૂનો હવે વાહનોના હોર્નમાં સંભળાશે.
ગડકરીએ કહ્યું કે હું તેનો અભ્યાસ કરી રહ્યો છું અને ટૂંક સમયમાં એક કાયદો બનાવવાની યોજના બનાવી રહ્યો છું કે તમામ વાહનોના હોર્નમાં ભારતીય સંગીતનાં સાધનોનો અવાજ આવે, જેથી તેમને સાંભળવામાં આનંદ થાય, જેમ કે વાંસળી, તબલા, વાયોલિન, હાર્મોનિયમ વગેરે.

Must Read