Homeગુજરાતકોડીનારમાં સ્થળાંતરિત લોકોને રોજગારી, રહેઠાણ તથા શિક્ષણની સમસ્યા

કોડીનારમાં સ્થળાંતરિત લોકોને રોજગારી, રહેઠાણ તથા શિક્ષણની સમસ્યા

-

અહેવાલ – પારૂલ સોલંકી (કોડીનાર), ગરીબી એ કોઈ સમસ્યા નથી, સમસ્યા છે અસમાનતા

ભારતની અસલી તસ્વીર

 • સમગ્ર દેશ, સમાજ અનેે કાંઈક અંશે આપણી સંસ્કૃતિ ઉપર અને માનવતા ઉપર પણ પ્રહાર કરે છે. ક્યા વિકાસની વાતો કરવામાં આવે છે અને મોટા મોટા સ્વપ્નાઓ ચૂંટણી સમયે અને સમગ્ર સમય રાજકીય પાર્ટીઓ લોકોને છેતરામણી જાહેરાતો કરીને બતાવે છે.
 • અરે આપણા જિલ્લામાં વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિર છે જ્યાં આપણા દેશના મહાન નેતાઓ, રાજકીય અને તમામ પ્રકારના અગ્રણીઓ આવે છે અને જાય છે અને તેઓ ને માત્ર ઐતિહાસિક ભવ્યતા અને ઈશ્વર પાસેથી કાંઈક માંગવાની તલવેલી સિવાય આજ દિવસ સુધી એવા કોઈ મહાન રાજકીય નેતાઓ નથી.
 • જેઓ આ મંદિર ની બહાર ભિક્ષાવૃત્તિ કરતા લોકો એટલેકે મહિલાઓને અને બાળકોને તેમજ વિકલાંગોને કાયમી કોઈ રોજગાર અને રહેણાક આપી સાચા ઈશ્વર ની આરાધના કરી શક્યા નથી !

સ્થળાંતરિત ગરીબો કે જેમની પાસે રહેણાક નથી

 • ગીર સોમનાથ જિલ્લામાં કોઈ પણ તાલુકા અને કોઈ પણ શહેર જોઈ લ્યો સ્થળાંતરિત ગરીબો કે જેમની પાસે રહેણાક નથી, જેમણે પરિવારના ગુજરાન માટે વારંવાર ભીખ માંગવી પડતી હોય તેમજ તેમના બાળકોને શિક્ષણ તો બહુ દૂરની વાત છે પણ બે ટાઇમ ખાવાનું પણ પૂરતું ના મળતું હોય આવી અનેક તસ્વીરો જોવા મળશે.
 • કોડીનારમાં ચારોતરફ ખાસ કરીને સિંગવડા નદીની તળેટીમાં આવા સ્થળાંતરિત લોકો ઠેર ઠેર જોવા મળશે. તેમજ તેમના ચીથરેહાલ અને ઉપર આભ અને નીચે જમીન જેવા અસ્થાયી રહેણાક મા ગુજરાતનો સાચો વિકાસ નજરે પડશે.
 • આપણા દેશની ખરી સમસ્યા ગરીબી નથી, સમસ્યા છે અસમાનતા, ભીખ આપવાથી આ સમસ્યાનું નિવારણ નહિ આવે જો તંત્ર અને સરકાર લોકઉપયોગી નિવારણ કાર્ય કરવા ઈચ્છતા હોય તો તેમને રોજગારી, રહેણાક અને ફરજિયાત આવાસી શિક્ષણ ની વ્યવસ્થા કરવી જોઈએ.

સરકારે વિકાસની વાતો જ બંધ કરી દેવી જોઈએ

 • બાળકો ના હાથમાં રમકડા,પાટી ને પેન, અને પુસ્તકોની જગ્યાએ જો ભીખ નો કટોરો હોય, લાચારી અને મજબૂરી હોય, તો આપણી સરકારે વિકાસની વાતો જ બંધ કરી દેવી જોઈએ..અને વધુમાં વિપક્ષે પણ કાયરેય આ બાબતે કોઈ જ સવાલ જવાબ કર્યા નથી, શા માટે કેમકે આ વિચરતી અને વિમુક્ત સામાજિક સમુદાયો પાસે પોતાની કોઈ સંગઠન શક્તિ કે સમુદાય જ નથી.
 • આ સ્થળાંતરિત સમુદાયો પોતાની સમસ્યાઓ સાથે જન્મે છે અને પોતાના બાળકોને પણ આ જ સમસ્યાઓ વારસામાં આપે છે. જો ભિક્ષાવૃત્તિ એ કોઈ સરકારી ચોપડે ગુન્હો હોય તો આ સાથે સંકળાયેલા લોકોની બાબતે તંત્ર શુ કર્યુ ?
 • ઘણી વખત તો સરકારી કચેરી બહાર અને સરકારી કચેરીઓમાં પણ ભિક્ષાવૃત્તિ કરતા લોકો જોવા મળે છે. આ એક સામાજિક સમસ્યા હોય તો ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય તેમજ માનવતાની કોઈ વિચારધારા લોકોને નડે છે કે નહિ.

જોવા મળતી સમસ્યાઓ

 • સવારથી સાંજ સુધી જયારે એક પત્રકાર હકીકતની શોધમાં જ્યા ત્યા વિચરે છે. ત્યારે જ્યાં જુઓ ત્યા ચારો તરફ આ સમસ્યાઓથી ઘેરાયેલા લોકો અને ખાસ કરીને બાળકો, મહિલાઓ, વિકલાંગો અને વૃદ્વ જોવા મળશે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં જ નહિ સમગ્ર જિલ્લામાં અરે સમગ્ર જિલ્લામાં જ નહિ પરંતુ સમગ્ર રાજ્યમાં અને દેશમાં પણ આ સમસ્યા એક વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બેસી છે.
 • આ સમસ્યાઓ છે ગરીબી, અસમાનતા, સ્થળાંતરિત લોકો ની રહેઠાણ અને શિક્ષણની સમસ્યાઓ છે. એક વાર આ લેખ અને સત્ય વાંચનાર વર્ગ એ ભીખ માંગતા બાળકો.
 • શિક્ષણ થી વંચિત, સામાન્ય સુવિધાઓથી વંચિત, ભૂખ અને ગરીબી તેમજ લાચારીથી ત્રસ્ત આ બાળકો ની જગ્યાએ પોતાના બાળકોનું ચિત્ર જોવા પ્રયત્ન કરજો.
 • આપણા પદાધિકારીઓ અને અધિકારીઓ પોતાના બાળકો વિશે આ સ્થિતિ નોં વિચાર કરજો એક કંપારી છૂટી જશે, તો વિચાર કરો જે લોકો આ અભિશ્રાપ સાથે કાયમી જીવન જીવે છે તેનું શું ??
 • આ લોકોની આરોગ્યની ચિંતા કરાવવાળુ કોઈ નથી, અરે આ લોકો પાસે તો કોઈ આધારો પણ નથી, સિવાય કે અપવાદરૂપ કિસ્સાઓમાં…!! આમ, છતાં કોઈ નક્કર પગલાંઓ કેમ ભરવામાં આવતા નથી.
 • સરકાર દ્વારા વખતોવખત જો આ બાબતે કોઈ સહાયો જાહેર કરવામાં આવતી હોય તો તે પદ્ધતિ ખોટી હોય શકે નહિતર તેમની સ્થિતિમાં પરિવર્તન આવે.

કોડીનારના સિંગવડા નદીમાં જયારે પાણી આવે કે પાણી છોડવામાં આવે ત્યારે આ લોકોની પરિસ્થિતિ દયનીય બની જાય છે, તો આવા તો અનેક લોકો હશે કે જે આ સમસ્યા અને આ પડકારોનો સામનો દરોજજ ઊઠીને કરતાં હોય છે. હમણા ચૂંટણી નજીક આવે છે એટલે નેતાઓ એક બીજા બહાના હેઠળ અને લોભામણી જાહેરાતો દ્વારા રોડ, રસ્તા ઉપર ઉતરી આવશે. પણ કોઈ આવા લોકોની મૂળભૂત રોજગારી અને રહેણાક. શિક્ષણ અને અધિકારની બાબતો વિશે વાતો કરશે નહિ. કેમકે એમની પાસે ક્યાં ચૂંટણીકાર્ડ હોય છે જે રાજકરાણીઓને તેમની ગરજ પડે. એક પગલુ માનવતા તરફ વાવાઝોડું અને ભૂંકપ તેમજ કોરોના મહામારીનો સામનો કર્યો છે, હવે થોડી માણસાઈ બતાવવાનો સમય આવી ગયો છે. આ સમસ્યા માત્ર કોડીનાર ની નથી સમગ્ર દેશની સમસ્યા છે, આ રાષ્ટ્રીય સમસ્યા છે.

Must Read