Homeમનોરંજનજુઓ વીડિઓ - બની રહી છે તમામ સુવિધાઓથી સજ્જ બિલ્ડિંગ જ્યાં કોરોના...

જુઓ વીડિઓ – બની રહી છે તમામ સુવિધાઓથી સજ્જ બિલ્ડિંગ જ્યાં કોરોના પણ કઈ નહીં બગાડી શકે

-

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ રોગચાળાને કારણે લાખો લોકો અકાળે મૃત્યુ પામ્યા હતાં. કોરોના મહામારીએ કરોડો લોકોનું જીવન એવી રીતે બદલી નાખ્યું કે હવે ભાગ્યે જ પહેલા જેવું જીવન થાય. કોરોનાએ કોઈ દેશને છોડ્યો નથી.

વિશ્વભરના દેશોમાં આ રોગચાળાએ દરેક વિભાગને અસર કરી. કોરોના વાયરસ પહેલા પણ આવા રોગચાળા અને ફલૂ હતા, જેના કારણે માનવજાતને ઘણું સહન કરવું પડ્યું હતું. કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને, એવી ઇમારત બનાવવામાં આવી રહી છે જેમાં તેમાં રહેતા લોકોનું કોરોના મહામારી કંઈ જ બગાડી શકશે નહીં.

Gujarati Janva Jevu – જાણો વિડીઓમાં શું છે હોસ્પિટલ ની વિશેષતા

ફ્લોરિડાના આ ગગનચુંબી ઇમારતમાં ઘણી હાઇ-ટેક પદ્ધતિઓ અપનાવવામાં આવી છે
જે અહીં રહેતા લોકોને રોગચાળાથી બચાવશે. આ બિલ્ડિંગમાં બેક્ટેરિયાને મારવા માટે રોબોટ તૈનાત કરવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં સ્થાપિત તમામ ટેકનોલોજી ટચલેસ છે. ગમે ત્યાં સ્પર્શ કરશો ચેપ ફેલાવવાની કોઈ પરેશાની રહેશે નહીં.

ફ્લોરિડામાં બનાવવામાં આવતી આ ગગનચુંબી ઇમારતમાં લોકોને રોગચાળાથી બચાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. અહી બેક્ટેરિયાને મારનારો રોબોટ, ટચલેસ ટેકનોલોજી તેમજ હવામાંથી રોગચાળાના વાયરસને મારવા માટે (એડવાન્સ એર પ્યૂરિફિકેશન સિસ્ટમ )અદ્યતન હવા શુદ્ધિકરણ વ્યવસ્થા પણ રહેશે. આ બિલ્ડિંગમાં લોકોની જરૂરિયાતો માટે તમામ સુવિધાઓ હશે જેથી લોકોને અઠવાડિયા, મહિનાઓ સુધી બિલ્ડિંગની બહાર જવું નહીં પડે. આ ખાસ ઇમારત વર્ષ 2024 સુધીમાં તૈયાર થઇ શકે છે.

બિલ્ડિંગમાં હોટલ અને હોસ્પિટલ પણ છે
રોગચાળાથી લોકોને બચાવનારી આ ગગનચુંબી ઇમારતમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલો, બેન્કો, હોટલ અને અન્ય શોપિંગ સેન્ટરો વગેરેની સુવિધાઓ પણ હશે. આ બિલ્ડિંગમાં સફાઈ માટે રોબોટ્સનો ઉપયોગ કરવામાં આવશે. રોબોટ બેક્ટેરિયાને ખતમ કરશે અને આખી બિલ્ડિંગને બેક્ટેરિયા મુક્ત રાખશે.

આ સુવિધાઓને કારણે લોકોને બહાર ઓછું જવું પડશે. આ બિલ્ડિંગમાં ટચલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને હવા શુદ્ધિકરણ વ્યવસ્થા પણ હશે. આ બિલ્ડિંગમાં જરૂરી તમામ સુવિધાઓ હાજર રહેશે. આ કારણે લોકોનો સમય બગડશે નહીં. આ ઇમારત લોકોને કોરોના મહામારી તેમજ આગામી રોગચાળાથી બચાવશે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....