Homeગુજરાતજૂનાગઢમેંદરડામાં ચાલુ વરસાદે પણ વીજ કર્મચારીઓ કરતા રહ્યાં કામ, કાર્યનિષ્ઠાના ચારે તરફ...

મેંદરડામાં ચાલુ વરસાદે પણ વીજ કર્મચારીઓ કરતા રહ્યાં કામ, કાર્યનિષ્ઠાના ચારે તરફ વખાણ

-

મેંદરડા : જુનાગઢ ગીર સોમનાથ જિલ્લા સહિતના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરી જાહેર કર્યું છે. જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક તાલુકામાં ખૂબ જ વરસાદ છે ત્યારે મેંદરડા તાલુકામાં પણ છેલ્લા દસ દિવસથી દરરોજ એક થી બે ઇંચ વરસાદ વરસી રહ્યો છે.

ભારે વરસાદને લઈ લાઈટના ફોલ્ટ પણ સામે આવતા હોય છે, જ્યારે આ લાઈટ ના ફોલ્ટને પહોંચી વળવા માટે મેંદરડા તાલુકાની પી.જી.વી.સી.એલ. કચેરી ખડે પગે હોય છે. PGVCL ના કર્મચારીઓ વરસતા વરસાદમાં પણ પોતાની ફરજ પર હાજર રહેતા હોય છે. તાલુકામાં ક્યાંય પણ લાઈટ જવાના બનાવો બનતા હોય છે ત્યારે આ લાઈટ ફરી કાર્યરત કરવા માટે સ્થળ પર પહોંચી જતા હોય છે.

મેંદરડામાં ચાલુ વરસાદે પણ વીજ કર્મચારીઓ કરતા રહ્યાં કામ

Mendarda pgvcl staff repairing in rain
Mendarda pgvcl staff repairing in rain

વધુ વાંચો- મેંદરડા ગામના વણકરવાસમાં એક જર્જરીત મકાનની છત ધરાસાઈ થઈ

હાલ ભારે વરસાદ વચ્ચે પણ પણ મેંદરડા તાલુકાના પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ કાર્યરત જોવા મળ્યા છે. મેંદરડા શહેરના પાદર ચોક વિસ્તારમાં વીજ લાઈનમાં ખામી સર્જાતા કર્મચારીઓ સરાહનીય રીતે પહોંચી કામગીરી કરતા જોવા મળ્યા હતા. જેને પગલે લોકોમાં વીજ કર્મચારીઓની કાર્યનિષ્ઠાની ચર્ચાઓ ચાલી રહી છે.

Must Read