Homeગુજરાતરાજકોટરાજકોટ લેન્ડ ગ્રેબીંગની અરજીના નિકાલ માટે બેઠક, 2 કેસમાં ફરિયાદનો નિર્ણય

રાજકોટ લેન્ડ ગ્રેબીંગની અરજીના નિકાલ માટે બેઠક, 2 કેસમાં ફરિયાદનો નિર્ણય

-

Rajkot : તા. ૧૬: રાજકોટ(Rajkot) ખાતે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ (Land grabbing Act) અન્વયે બેઠક યોજવમાં આવી હતી. જેમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ – ૨૦૨૦ હેઠળ થયેલી અરજીઓ પર નિર્ણય કરવામાં આવ્યા હતા.

રાજકોટ લેન્ડ ગ્રેબીંગ કેસ – Rajkot land garbing case

જિલ્લા કલેકટર કચેરીની અખબારી યાદીમાં જણાવાયુ છે કે આ બેઠકમાં 2 કેસમાં પોલીસ એફ.આઈ.આર. (FIR) દાખલ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે 15 કેસની અરજી દફતરે કરી દેવામાં આવી છે. પરંતુ મહત્વની વાત છે કે કુલ 25 કેસમાંથી 8 કેસ હજૂ પણ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે.

જિલ્લા કલેકટરની અધ્યક્ષતા વાળી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.

રાજકોટ જિલ્લાના સમાચાર મેળવવા માટે Satyamanthan News ની Website, Facebook પેજ અને Instagram પર જોડાયેલા રહો.

Must Read