Homeજાણવા જેવુંજાણો - આ વ્યક્તિની નટરાજ દાદા થી મટકા મેન સુધીની રહસ્યમય કહાની

જાણો – આ વ્યક્તિની નટરાજ દાદા થી મટકા મેન સુધીની રહસ્યમય કહાની

-

કેન્સરને હરાવ્યું, હવે લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે છે,  આ ‘મટકા મેન’ દાદા – Meet Alag Natarajan Delhis Matka Man

પાણીના સમસ્યા હોય અને આ સમયે જો કોઈ આવા લોકોની સહાયે આવે તો મદદ કરનાર તેના ભગવાન જ કહેવાય. દક્ષિણ દિલ્હીમાં જ્યારે અલાકારાથનમ નટરાજ દાદાએ તેમના ઘરની બહાર પ્રથમ માટલું રાખ્યું ત્યારે તેમને સમગ્ર વિસ્તારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. શિક્ષિત, સારી નોકરી ધરાવતા આ લોકોને નટરાજન દાદાનું આ પગલું પસંદ નહોતું આવ્યું અને 2013માં તેઓએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો.

Meet Alag Natarajan Delhis Matka Man
Meet Alag Natarajan Delhis Matka Man | image credit : lifebeyondnumbers.com

માહિતી મુજબ, ઉચ્ચ સમાજના આ લોકોને ચિંતા હતી કે જો પીવાનું પાણી બહાર રાખવામાં આવશે તો તમામ પ્રકારના લોકો આ વિસ્તારમાં પ્રવેશ કરશે. નટરાજ દાદાને તેમની વાત ન માની અને વોટર કુલર લગાવી દીધું. નટરાજ દાદાને સહજતાથી કહ્યું કે તમામ પ્રકારના લોકોને પાણીની જરૂર છે.

આ છે દિલ્હીના મટકા મેન – Meet Alag Natarajan Delhis Matka Man

વર્ષ 2013માં સૌને પાણી આપવાના ઉમદા હેતુની શરૂઆત કરનાર નટરાજ દાદાને ભાગ્યે જ કલ્પના કરી હશે કે તેમનું નામ દિલ્હીના મટકા મેન બની જશે. તેમની પુત્રીએ તેમના જન્મદિવસ પર તેમને આ નામ આપ્યું અને તેઓ દિલ્હીમાં આ નામથી પ્રખ્યાત થયા.

Meet Alag Natarajan Delhis Matka Man
Meet Alag Natarajan Delhis Matka Man | image credit : so.city

નટરાજ દાદાને દક્ષિણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં લગભગ 80 માટલાઓ લગાવ્યા છે અને દરરોજ તેમાં પાણી ભરે છે જેથી દરેકને પીવાનું શુદ્ધ પાણી મળે. ઉનાળામાં માટલાની સંખ્યા 100 સુધી પહોંચે છે.

કેન્સરને હરાવ્યું

મટકા મેન અનુસાર, થોડા વર્ષો પહેલા નટરાજન દાદાને આંતરડાના કેન્સરનું નિદાન થયું હતું. તેમણે કેન્સરને હરાવી સમાજ સેવા શરૂ કરી. નટરાજન દાદા દર અઠવાડિયે લગભગ 400 લોકોને ખાસ સલાડ પણ ખવડાવે છે.

Meet Alag Natarajan Delhis Matka Man
Meet Alag Natarajan Delhis Matka Man | image credit : matkaman.com

સરકાર તરફથી મદદ ન લીધી

મટકા મેનની વેબસાઈટ પર મોટા મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું છે કે, “હું કોઈ સંસ્થા, એનજીઓ, સરકારી સંસ્થા કે વ્યક્તિ સાથે સંકળાયેલ નથી.”

ઉલ્લેખનીય છે કે, દિલ્હી જલ બોર્ડે તેમને પાણીની સુવિધા આપી છે, પરંતુ નટરાજન એકલા કામ કરવાનું પસંદ કરે છે. પેન્શન, જીવન બચત અને કેટલાક દિલ્હીવાસીઓના દાનની મદદથી નટરાજન લોકોને 365 દિવસનું શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડે છે.

Meet Alag Natarajan Delhis Matka Man
Meet Alag Natarajan Delhis Matka Man | image credit : youtube.com

 નટરાજન દાદાના જણાવ્યા પ્રમાણે, “લોકોને મારા માટલા સ્વીકારવામાં ઘણો સમય લાગ્યો. શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ આમ આદમી પાર્ટીનું અભિયાન છે. બાદમાં  તેમણે કહ્યું કે હું ધારાસભ્ય અથવા કાઉન્સિલર બનવાનો પ્રયાસ કરી રહ્યો છું.”,

રોગચાળામાં પણ સારું કામ અટક્યું નથી

રોગચાળા દરમિયાન, જ્યારે બધા ઘરની અંદર કેદ હતા, ત્યારે પણ નટરાજન દાદા બહાર જઈને લોકોને પાણી આપવાનું ચાલુ રાખ્યું હતું. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેમના પત્નીએ તેમને છોડી દેવાની વાત કરવા લાગ્યા હતા. માટલા ચોરાઈ જાય તો પણ નટરાજન દાદાને ખરાબ નથી લાગતું, ગુસ્સો આવતો નથી.

Meet Alag Natarajan Delhis Matka Man
Meet Alag Natarajan Delhis Matka Man | image credit : economictimes.indiatimes.com

તેઓ માને છે કે ગરીબી ભોગવ્યા પછી જ મનુષ્ય ચોરી કરે છે. બોલેરોમાં પાણી ભરીને, નટરાજન દાદા દરરોજ સવારે 5 વાગ્યાથી દિલ્હીવાસીઓની તરસ છીપાવવા નીકળે છે.

ગુજરાતીમાં જાણવા જેવું – દેશમાં કોરોનાના નવા પ્રકાર Omicron ની એન્ટ્રી જાણો ક્યાં આવ્યા કેશ

Must Read