Sunday, May 15, 2022

MCD Merger Bill : અમિત શાહે AAP ને લીધું આડે હાથ, દિલ્લીના નગર નિગમો સાથે સાવકો વ્યવહાર કર્યાનો આક્ષેપ

MCD Merger Bill : આજના તાજા સમાચાર ગુજરાતીમાં, Breaking News Today in Gujarati : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે MCD મર્જર બિલ પર દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું છે. મંગળવારે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન તેમણે આપ AAP પર દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે સાવકા જેવું વર્તન કરવાનો આરોપ લગાવ્યો. અમિત શાહે Amit Shah કહ્યું કે MCD પરની વાસ્તવિકતા ગૃહમાં મૂકવી જોઈએ. એ હકીકત છે કે આવા વર્તનને કારણે છેલ્લા 10 વર્ષમાં 200 થી વધુ હડતાળ થઈ છે. AAPના સાવકા જેવા વર્તનને કારણે દિલ્હીના ત્રણેય કોર્પોરેશન યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી. તેમણે કહ્યું કે AAP (Aam Aadmi Party) ના ઓરમાયા વર્તનને કારણે હડતાલની સંખ્યામાં વધારો થયો છે.

MCD Merger Bill મામલે અમિત શાહે AAP આમ આદમી પાર્ટી ને લીધી આડે હાથ

અમિત શાહે કહ્યું હતું કે, ત્રણેય મહાનગરપાલિકાઓ સાથે સાવકી માતા જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો, વિરોધ પક્ષના સભ્યો વિરોધ કરે તે સ્વાભાવિક છે. પણ મારી વાત સાંભળો. શાહે કહ્યું કે જો સરકારો રાજકીય હેતુઓ માટે મ્યુનિસિપલ સંસ્થાઓ સાથે સાવકી માતાનું વર્તન કરશે, તો પંચાયતી રાજ અને નાગરિક સંસ્થાની સિસ્ટમ કામ કરશે નહીં. આપણાં પણ ઘણાં રાજ્યોમાં આવી સરકારો છે, પરંતુ આવું વર્તન ક્યાંય જોવા મળ્યું નથી. હું અત્યારે આંકડાઓ રાખીશ, જો તેના પર કોઈ વાંધો હોય તો મને જણાવો. પગાર અને અન્ય મુદ્દાઓને લઈને છેલ્લા 10 વર્ષમાં મહાનગરપાલિકાઓમાં 250 થી વધુ હડતાલ થઈ છે. વિપક્ષી સદસ્યો ખાસ કરીને આમ આદમી પાર્ટીના સભ્યોની ટોકાટોકી વચ્ચે શાહે કહ્યું કે, આલોચના કરવા માટે સદન હોય છે. આલોચનાનો જેટલો અધિકાર તમને છે એટલો જ અમરો પણ છે. તમને જેટલો સમય મળ્યો છે, હકીકતના આધારે વાત કરો, હું જવાબ આપીશ. ત્રણેય કોર્પોરેશન સારી રીતે કામ કરે તે માટે સમાનતા લાવવી જરૂરી છે. આ ત્યારે જ થશે જ્યારે ત્રણ નિયમો એકીકૃત થશે. હું દરેકને પાર્ટી લાઇનથી ઉપર ઉઠીને ચર્ચા કરવાની અપીલ કરું છું.

અગાઉ, તૃણમૂલ કોંગ્રેસે 30 માર્ચે લોકસભામાં રજૂ કરાયેલા MCD બિલનો વિરોધ કર્યો હતો. લોકસભામાં TMC સાંસદ મહુઆ મોઇત્રાએ NDTV સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, ‘આ MCD બિલ પર માત્ર દિલ્હી વિધાનસભા જ નિર્ણય લઈ શકે છે. તેમને બિલ પાસ કરવાનો અધિકાર છે. સંસદ આ કરી શકતી નથી.

Click Here For Read More Today latest News Gujarati

જુઓ વિડીયો: નવા બુલેટમાં થયો જોરદાર વિસ્ફોટ

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...