Homeગુજરાતગીર સોમનાથઆગામી તા.21,27 અને 28 જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ: ઓળખપત્રમાં ક્ષતિ...

આગામી તા.21,27 અને 28 જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ: ઓળખપત્રમાં ક્ષતિ અને સરનામુ સુધારવાની તક

-

પરાગ સંગતાણી – ગીર-સોમનાથ – લોકશાહીને મજબૂત બનાવવા અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા પાત્રતા ધરાવતા યુવાઓ મતદારયાદીમાં અચૂક નામ નોંધાવવાનો અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલે જણાવ્યું કે, નવેમ્બર માસ દરમિયાન ઝુંબેશ સ્વરૂપે મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ માસમાં જાહેરરજાના ત્રણ રવિવાર અને એક શનિવારે લોકો નજીકના મતદાન મથકે ખાસ ઝુંબેશ સ્વરૂપે તા.૧-૧-૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવાનો મતદાર તરીકે પોતાનુ નામ નોંધાવી શકશે. ઉપરાંત મતદાર ઓળખપત્રમાં રહેલી ક્ષતિ અને સરનામાને આ ઝુંબેશમાં સુધારી શકાશે.

નાયબ કલેકટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશીલ પરમારે જણાવ્યું કે, જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે બહેતર ભવિષ્યના નિર્માણ અને સારા જનપ્રતિનિધિ ચૂંટવામાં લોકો મતાધિકાર ઉપયોગ કરે તે આવશ્યક છે. આમ, જો લોકોએ મતદાર યાદીમાં નામ નોધાવ્યું હશે તો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. હાલ જિલ્લામાં ૧૮-૨૯ વર્ષની વયજૂથના બાકી રહેલા ૮૬,૯૪૪ લોકો ખાસ ઝુંબેશનો લાભ મેળવી પોતાનું નામ મતદાર યાદીમાં અચૂક નોંધાવી ‘મતદાર’ બને. તેમ પરમારે ભારપૂર્વક જણાવ્યું હતું.

તા.૨૧,૨૭ અને ૨૮ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ (Matdar yadi name search Gujarat)

ક્યાં-ક્યારે કરાવશો મતદાર યાદીમાં નોંધણી ?

સરકારી કામકાજના દિવસો દરમિયાન સંબંધિત મામલતદાર કચેરી ઉપરાંત ખાસ ઝુંબેશ હેઠળના દિવસો તા.૧૪, ૨૧, ૨૭ અને ૨૮ નવેમ્બરના રોજ મતદાન મથક ખાતે સવારે ૧૦ થી ૫ કલાક દરમિયાન બીએલો પાસે મતદાર યાદીમાં નામ ઉમેરવાની સાથે વોટર આઇડીમાં રહેલી ક્ષતિ અને સરનામાં પણ સુધારો કરી શકાશે.

ઓનલાઈન નામ નોંધાવી મતદાર‘ બની શકો છો

ઓનલાઈન મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે મોબાઈલ એપ ઉપરાંત www.voterportal.eci.in અથવા www.nsvp.in પર પણ મતદાર યાદીમાં નામ નોંધાવી મતદાર બનવાની સાથે જ વોટર આઈડીમાં જરૂરી સુધારા પણ કરી શકો છો. ઓનલાઇન નામ નોંધાવવા માટે જો આધાર કાર્ડમાં યોગ્ય સરાનામું યોગ્ય હોય તો અન્ય કોઈ પુરાવાની જરૂર રહેતી નથી. અન્યથા બીજો કોઈ સરનામાંનો પુરાવો અપલોડ કરવાનો રહેશે. તેમજ હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પરથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકો છો.

Must Read