28 C
Ahmedabad

આધાર કાર્ડ આપતા પહેલા ચેતજો, આધારકાર્ડની ઝેરોક્ષ નહીં આવું આધારકાર્ડ આપશો જાણો કેમ મળશે

Published:

Aadhar Card વિશે જાણવા જેવું નવી દિલ્હી : યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ લોકોને આધારકાર્ડ [Aadhar Card]ના દુરઉપયોગ અંગે ચેતવણી આપી છે. UIDAI એ આધારકાર્ડના થતા દુર ઉપયોગને ટાંકીને જણાવ્યું કે કોઈપણ સંસ્થા સાથે આધારની નકલની આપ-લે ન કરે.

આધારકાર્ડની ઝેરોક્ષ નહીં માસ્કડ ધારકાર્ડ આપશો જાણો કેમ મળશે- Aadhar Card

આ માટે સમાધાન પણ સુચવતા જણાવ્યું છે કે, UIDAIએ આધાર કાર્ડની નકલ આપવાને બદલે ‘માસ્ક્ડ આધાર’નો ઉપયોગ કરવાની સલાહ આપી છે. માસ્ક્ડ આધારમાં, આધાર નંબરના માત્ર છેલ્લા 4 અંક જ દેખાય છે. તેને UIDAIની સત્તાવાર વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે.

આધાર કાર્ડ વેરીફાઈ કેમ થશે ? Aadhar Card Status Check Online

આ મામલે UIDAI એ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે. કોઈપણ આધાર નંબરના અસ્તિત્વની https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar પર ચકાસણી કરી શકાય છે. ઉપરાંત UIDAIના જણાવ્યા મુજબ, આધારકાર્ડ ઓફલાઈન વેરીફાઈ કરવા માટે mAadhaar મોબાઈલ એપ્લિકેશનમાં QR કોડ સ્કેનરનો ઉપયોગ કરીને ઈ-આધાર અથવા આધાર નંબર અથવા આધાર PVC કાર્ડ પર QR કોડ સ્કેન [Aadhar Scan through QR Code Online] કરી શકાય છે.

ઈ આધાર કાર્ડ ડાઉનલોડ કેમ થશે ? E Aadhar card download online

સાથે જ UIDAIએ જાહેર કરેલી માહિતીમાં જણાવ્યું છે કે, ઈ-આધાર ડાઉનલોડ[E-Adhar Download] કરવા માટે સાર્વનિક કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું ટાળો સાથે જ ઈન્ટરનેટ કેફેમાંથી પણ આ પ્રક્રિયા કરવાનું ટાળવું જોઈએ. પણ જો આ પ્રકારે તમે ઈ-આધારનો ઉપયોગ કરો છો તેની કોપી ડાઉનલોડ કરેલી તમામ જગ્યાએથી ડીલીટ કરી નાખો.

સાથે જ  આધાર કાર્ડની નકલ ઓળખ તરીકે ઉપયોગ કરવા માટે પણ UIDAI એ મહત્વની જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું  છે કે, જેમની પાસે UIDAI પાસેથી યુઝર લાયસન્સ મેળવ્યું છે તેઓ જ આધારથી વ્યક્તિની ઓળખ સ્થાપીત કરવા માંગણી કરી શકે છે. જેમાં હોટલ અને ફિલ્મ થીએટર કે સીનેમા જેવા સ્થળો પર લાયસન્સ વગર સંસ્થા આધાર કાર્ડની નકલ એકત્રિત કરી શકાય નહીં. UIDAIની રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે આ આધાર હેઠળ ગુનો છે. એક્ટ 2016. જો કોઈ ખાનગી એન્ટિટી આધાર કાર્ડ જોવાની માંગ કરે અથવા આધાર કાર્ડની નકલ માંગે, તો કૃપા કરીને ચકાસો કે તેમની પાસે UIDAI તરફથી માન્ય વપરાશકર્તા લાઇસન્સ છે”

Related articles

Recent articles