Homeગુજરાતરાજકોટરાજકોટમાં ૯૮ વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીએ તિરંગા યાત્રામાં જોડાઈ આપ્યો દેશપ્રેમનો સંદેશો

રાજકોટમાં ૯૮ વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીએ તિરંગા યાત્રામાં જોડાઈ આપ્યો દેશપ્રેમનો સંદેશો

-

રાજકોટ ન્યુઝ : તા. ૧૨ ઓગસ્ટ – દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (Azadi ka Amrit Mahotsav)ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) કાર્યક્રમ અન્વયે આજે રંગીલું રાજકોટ તિરંગાના રંગોમાં, દેશભક્તિના રંગોમાં રંગાયેલું છે. ત્યારે એક વડીલ સ્વાતંત્ર્ય સેના (Freedom Fighter)નીએ દેશભક્તિપૂર્વક તિરંગા યાત્રામાં જોડાઈને જનતાને દેશપ્રેમની પ્રેરણા આપી હતી.

રાજકોટના વતની ૯૮ વર્ષના વયોવૃદ્ધ પણ હૈયે યુવા ચેતના ધરાવતા મનસુખભાઈ પોપટલાલ પંચાલ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. મહત્વની વાત એ છે કે શતાયુની નજીક પહોંચેલા મનસુખભાઈ પંચાલના વાણી-વર્તન દેશદાઝથી ભરેલા છે. એટલે જ તેઓ તિરંગા યાત્રામાં જોડાવા માટે ખાસ ગાંધીનગરથી રાજકોટ આવેલા હતા.

વધુ વાંચો- રાજકોટના દેશપ્રેમી પિતા-પુત્ર પિતાએ અંગ્રેજોને હંફાવ્યા અને પુત્રએ પાકિસ્તાનમાં તિરંગો ફરકાવ્યો

ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ પંચાલ ૧૪ વર્ષની નાની વયથી સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા. જે દરમિયાન તેમણે સરધારની જેલમાં કેદ ભોગવી હતી. ઉપરાંત, દેશભરમાં વિશ્વશાંતિ અને જનજાગૃતિ અર્થે ૧૧.૫૦ લાખ કી.મી. જેટલી લાંબી સાયકલ યાત્રા કરી હતી. જેની અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સ સહિત વિદેશોના અનેક અખબારોએ નોંધ લીધી હતા. તેઓ પોતે ‘ગેબી અવાજ’ સાપ્તાહિક અને વિશ્વકર્મા સમાજના ‘પાંચાલ વિજય’ સમાચાર પત્રના તંત્રીપદે રહી ચૂક્યા હતા. આ તકે તેમણે દેશપ્રેમ કાયમ ધબકતો રાખવા તથા દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખવા નાગરિકોને અપીલ કરી હતી.

વધુ વાંચો- ૧૭ ઓગસ્ટે CM ભુપેન્દ્રભાઈ પટેલ કરશે ‘‘આઝાદીનો અમૃત લોકમેળા’’નો શુભારંભ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...