Homeગુજરાતરશિયામાં બેસી મહેસાણાના ખેતરમાં ક્રિકેટ મેચ રમાડી ચાલતું ઓનલાઈન સટ્ટા નેટવર્ક ઝડપાયું

રશિયામાં બેસી મહેસાણાના ખેતરમાં ક્રિકેટ મેચ રમાડી ચાલતું ઓનલાઈન સટ્ટા નેટવર્ક ઝડપાયું

-

મહેસાણા : રાજ્યમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક (Online Cricket Betting Network) કેટલું મોટું છે તે મહેસાણામાં ઝડપાયેલા નેટવર્ક પરથી સમજી શકાય છે. ગત તારીખ 7 જૂનના રોજ મોલીપુર ગામની સીમમાં આવેલા ખેતરમાંથી ક્રિકેટ સટ્ટાના નેટવર્કનું કનેકશન છેક રશિયા સુધી પહોંચ્યું છે. પોલીસ ફરિયાદ અને પોલીસની પ્રેસનોટ પરથી મળતી માહિતીઓ પરથી આ સટ્ટા નેટવર્ક ચલાવવા ખેતરમાં ગ્રાઉન્ડ તૈયાર કરી ક્રિકેટ પણ ગોઠવણ મુજબ રમાડવામાં આવતું હોવાની માહિતી મળી રહી છે.

મહેસાણા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (SOG) સરાહનીય કાર્ય કરી એક મોટું ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. SOGની ટીમે મહેસાણાના મોલીપુર ગામની સીમમાં ધરોઈ કેનાલ પાસે આવેલા એક ખેતરમાં દરોડો કર્યો હતો. પોલીસે દરોડો કરતા સ્થળ પર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી બહારથી ખેલાડીઓ બોલાવી સટ્ટો ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું કે આરોપી સોએબ અબ્દુલમજીદ ખેતરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી ત્યાં 400 રૂપિયામાં ખેલાડી બોલાવતો હતો. અહીં રમાતા ક્રિકેટ મેચને કેમેરા મારફતે લાઈવ સ્ટ્રીમીંગ કરી CRICHEROES નામની એપ્લિકેશનમાં સેન્ચ્યુરી હીટર 20-20 નામનથી ટુર્નામેન્ટ રજીસ્ટર કરી પ્રસારણ કરવામાં આવતું.

જ્યારે ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી બીજો આરોપી રિયાજુદ્દીન આ ક્રિકેટ પ્રસારણ સમયે ટેલીગ્રામ ચેનલ પર રશિયા ખાતે પોતાના માણસ આશીફ મહંમદ સંપર્કમાં રહેતો હતો. આ સંપર્કમાં આરોપી રિયાજુદ્દીનને સુચના મળે તે મુજબ વોકિટોકીથી અમ્પાયર કોલુ મહંમદને જણાવી મેચ સેટ કરવામાં આવતો. આરોપીઓ રશિયાથી સુચના મળે એટલે વિકેટ અને બાઉન્ડ્રી પણ સેટ કરી મેચ ગોઠવી દેતા હતા. જ્યારે 20 ઓવરની આ મેચ પર સટ્ટોડિયા સટ્ટો લગાવતા હતા. પોલીસે સફળતા પુર્વક દરોડો કરી સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ કરી ગુજરાતની ધરતી પરથી સેટિંગ સાથેની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો ઝડપી પાડ્યો હતો.

પોલીસે સોએબ, રિયાજુદ્દીન, સાકીબ, કોલુ મહંમદની ધરપકડ કરી આઈપીસીની કલમ 120, ગુજરાતના જુગારધારાની કલમ તેમજ આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જ્યારે રશિયાથી આરોપી સાથે જોડાયેલો આશીફ મહંમદ રશિયામાં રહેતો હોય ઝડપાયો નથી.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....