36 C
Ahmedabad

હાર્દિકના પોસ્ટર પર કાળો કૂચડો ફેરવનાર ધનજી પાટીદારની કારમાં આગ લાગતા સર્જાયા તર્ક-વિતર્ક

Published:

Mehsana News મહેસાણા : પાટીદાર અનામત આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરી હાર્દિકે કોંગ્રેસમાં હાથ અજમાવ્યો હતો. પરંતુ કોંગ્રેસમાં ફાવટ નહીં આવતા તાજેતરમાં ભાજપમાં જોડાયા છે. ત્યારે પાટીદાર સમાજમાં કેટલાક સ્થળો પર વિરોધ જોવા મળ્યો હતો. એવામાં મહેસાણામાં હાર્દિક પટેલના ભાજપમાં પ્રવેશના પોસ્ટર પર કાળો કૂચડો મારવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે આજે પાટીદાર આગેવાન ધનજી પાટીદારની કારમાં આગ લાગી છે તેનું કનેક્શન આ કૂચડા મારવા સાથ હોવાનું માનવમાં આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા ભાજપમાં સ્વાગતના બેનર લગાવાયા હતા. જોકે બેનર પોસ્ટરમાં કોઈ વિરોધી કાળા કૂચડા રૂપી પ્રતિક્રીયા આપે તેવી નોબત પહેલા કેટલાય પોસ્ટરો ઉતારી લેવાયા હતા. પણ મહેસાણામાં પાટીદાર આગેવાન ધનજી પાટીદારે હાર્દિક પટેલના બેનર પર કાળો કૂચડો ફેરવી દિધો હતો. આ ઘટના સોશિયલ મીડિયા મારફતે ફરતી થઈ હતી જેને કેટલાક પાટીદારોએ સરાહનીય જણાવી હતી. વાયરલ થયેલી આ ઘટના બાદ ધનજી પટેલની પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હોવાની ઘટના બની છે ત્યારે બદલો લેવાયાની ચર્ચાએ જોર પડક્યું છે.

હાર્દિકના પોસ્ટર પર કાળો કૂચડો ફેરવનાર ધનજી પાટીદારની કારમાં આગ લાગતા સર્જાયા તર્ક-વિતર્ક

મળતી માહિતી મુજબ ધનજી પાટીદારની કાર મહેસાણાના ઉંઝા બસસ્ટેશન પાસે કાર પાર્ક કરેલી હાલતમાં હતી. તેમના જીજાજીની કાર હતી જે ધનજી ઉપયોગ કરતા હતા. પરંતુ તેમની કારમાં અચાનક આગ લાગી જતા તર્ક-વિતર્કો સર્જાયા છે.

Related articles

Recent articles