Mahesana News Gujarati મહેસાણા : મહેસાણા સેસન્સ કોર્ટે આજરોજ જીજ્ઞેશ મેવાણી અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી [MLA Jignesh Mevani] અને રેશ્મા પટેલ વિરૂધ્ધ ચૂકાદો આપ્યો છે. કોર્ટે વર્ષ 2017માં દાખલ થયેલા ગુના મામલે ગત મે માસમાં જીજ્ઞેશ મેવાણી અને NCPના રેશ્મા પટેલ સહિતના 12 લોકોને સજા ફટકારી હતી. કોર્ટે આ મામલે 10 લોકોના શરતી જામીન મંજૂર રાખ્યા છે.
ઉનામાં દલિતો પર અત્યાર મામલે થયેલા ઉહાપોહ બાદ વર્ષ 2017મા બનાસકાંઠામાં દલિત પરિવારો માટે ફાળવેલી જમીનનો કબ્જો સોંપવા માટે એક રેલીનું આયોજન થયું હતું. આ રેલીને ‘આઝાદી કૂચ’ નામથી ઓળખ આપવામાં આવી હતી. જેમાં રાજ્યના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, NCPના રેશ્મા પટેલ [Reshma Patel NCP], રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કૌશિક પરમાર અને સુબોધ પરમાર સહિતના નેતાઓ અને આગેવાનો જોડાયા હતા. પરંતુ આ રેલીના આયોજન માટે પોલીસની પરવાનગી ન હીં હોવાના કારણે 17 લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ મામલે જીજ્ઞેશ મેવાણી સહિતના 10 આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં કેસ ચલાવવાયો હતો. જેમાં મહેસાણાના નામદાર મેજીસ્ટ્રેટ કોર્ટે દોષિત જાહેર કરી 3 માસની સજાનો આદેશ કર્યો હતો.
મહેસાણા મેજીસ્ટ્રેટની કોર્ટના આદેશને પડકારતી અરજી મહેસાણા સેસન્સ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. આ અપીલ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે જીજ્ઞેશ મેવાણી, NCPના રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર સુબોધ પરમાર સહિતના દોષિતોને વગર પરવાનગીએ ગુજરાત નહીં છોડવા અને જામીન સ્વરૂપે મળેલ સ્વતંત્રતાનો ઉપયોગ કરી અન્ય ગુનામાં સામેલ નહીં થવાની તેમજ જો કોઈ મિલકત હોય તો તેના પુરાવા રજૂ કરી દેવાની શરતોને આધિન જામીન આપ્યા છે.
જીજ્ઞેશ મેવાણી અને રેશ્મા પટેલ સહિત 10ને ગુજરાત નહીં છોડવાની શરતે જામીન: મહેસાણા Mehsana news
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના ધાનેરા તાલુકાના લવારા ગામ ખાતે સરકાર દ્વારા દલિત સમાજની વ્યક્તિની જમીનમાં 50 વર્ષ સુધી ગેરકાયદેસર દબાણ થયા મામલે જીજ્ઞેશ મેવાણીએ કૂચ કરી હતી. જે રેલી સ્વરૂપે કરેલી કૂચ બાદ આ પ્રકારે દલિતોની જમીનમાં થયેલી પેશકદમી દૂર થવા લાગી હતી. આ રેલી મામલે જીજ્ઞેશ મેવાણી પાસે રેલીની મંજૂરી નહીં હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ ચાલી જતા ગત મે માસમાં જ મહેસાણાની કોર્ટે સજા ફટકારી હતી.