Homeગુજરાતપ્રેમીકાએ પ્રેમીને ઉંઘતી પોલીસના લોકઅપમાંથી ભગાડ્યો: નંદાસણ

પ્રેમીકાએ પ્રેમીને ઉંઘતી પોલીસના લોકઅપમાંથી ભગાડ્યો: નંદાસણ

-

મહેસાણા : પ્રેમ આંધળો હોય છે આ કહેવત બાદ પ્રેમ પામવા પ્રેમી કોઈ પણ હદે જઈ શકે તેવી કહેવત સાર્થક થાય તેવો કિસ્સો સામે આવ્યો છે. પરંતુ આ પ્રેમીઓને પોતાના કારસ્તાન બદલ ન્યાયતંત્રનો સામનો કરવો પડશે.

ઘટના મહેસાણા Mahesanaના નંદાસણ પોલીસ સ્ટેશનની છે. જ્યાં પોલીસ ઊંઘતી ઝડપાઈ છે અને પોલીસ તંત્રની સતર્કતા પર સવાલ પેદા થયા છે. મહેસાણાના નંદાસણ પોલીસ સ્ટેશનમાંથી સ્ટાફને ઊંઘતા જોઈ પ્રેમીને ભગાડી દીધો હતો. પ્રેમિકાએ પોલીસ સ્ટેશનના ડ્રોવરમાંથી લોકઅપની ચાવી કાઢી લોકઅપમાંથી પ્રેમી યુવકને ભગાડી દીધો હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કડીના નંદાસણના નવાપૂરમાં રહેતો અલ્પેસ રાવળ થોડા દિવસ પહેલા એક સગીરાને લઈ ભાગી ગયો હતો. પ્રેમીકા સગીરા હોય તેના પરિવારજનો નંદાસણ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી યુવકની શોધખોળ કરી હતી. પ્રેમી અલ્પેશ અને પ્રેમીકા બંને વકીલ મારફત પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા.

પોલીસે રજૂ થયેલાા અલ્પેશને લોકઅપમાં રાખી કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે સગીરાને લોકઅપ બહાર બેસાડી હતી. સગીરા પાસે જી.આર.ડી.ની મહિલા કર્મચારી પણ બેસાડી હતી. પરંતુ મધ્યરાત્રીના સમયે પોલીસ સ્ટેશનમાં હાજર સ્ટાફ ઊંઘમાં આવી ગયો હતો. આ મોકાનો ફાયદો ઉઠાવવા અલ્પેશે લોકઅપમાંથી સગીરાને ચાવી કાઢી દરવાજો ખોલવા કહ્યું હતું.

સગીરાએ પ્રેમી અલ્પેશની વાત માની ટેબલના ડ્રોવરમાંથી લોકઅપની ચાવી કાઢી દરવાજો ખોલી નાખ્યો હતો. દરમયિાન પોલીસ સ્ટેશનનો સ્ટાફ નિંદ્રામાંથી બહાર આવ્યો અને બૂમો પાડવાની શરૂ થઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં પ્રેમી પોલીસને પોલીસ સ્ટેશનના લોકમાંથી ચકમો આપી ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે સગીરા પોલીસના હાથમાંથી નાસી છૂટવામાં નિષ્ફળ રહી હતી.

આ મામલે પોલીસે અલ્પેશ અને સગીરા વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો- પ્રેમગઢમાં 66 CCTV કેમેરાના લોકાર્પણ સાથે 75 રોપાઓનું વૃક્ષારોપણ કરાયું

વધુ વાંચો- લોધીકા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા PGVCLની સરાહનીય કામગીરી

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...