Homeગુજરાતલગ્નના જમણવારમાં 1000થી વધુને ફૂડ પોઈઝનીંગ થતા મોડી રાત્રે મંત્રી પણ દોડતા...

લગ્નના જમણવારમાં 1000થી વધુને ફૂડ પોઈઝનીંગ થતા મોડી રાત્રે મંત્રી પણ દોડતા થયા

-

આજના તાજા સમાચાર ગુજરાતGujarat : મહેસાણા જિલ્લાના વિસગનર તાલુકાના સવાલા ગામમાં ગઇ કાલે યોજાયેલ લગ્નપ્રસંગના જમણવારમાં 1000 થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ થયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા જ  વિસનગરના ધારાસભ્ય સભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ મોડી રાત્રે વિસનગર પહોંચી ગયા હતા. વિસનગર ખાતે આવી ઋષિકેશ પટેલે વિસનગરની સરકારી હોસ્પિટલ તેમજ વડનગર સરકારી હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલે જઈ દર્દીઓની ખબર પુછી હતી.

સાથે જ ઋષિકેશ પટેલે આરોગ્યતંત્રને દર્દીઓને સિવિલ હોસ્પિટલ ઉપરાંત તાલુકાની વિવિધ હોસ્પિટલ અને નજીકના તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સધન સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપી હતી. હાલ તમામ દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ સારી બાબત એ છે કે કોઈ પણ મૃત્યુ નોંધાયુ નથી.

આજના તાજા સમાચાર ગુજરાત -લગ્નમાં 1000થી વધુને ફૂડ પોઈઝનીંગ: Gujarat

આ ઘટના બાબતે આરોગ્ય તંત્ર પાસેથી મળતી વિગતો અનુસાર, વિસનગરની નૂતન હોસ્પિટલમાં 410, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 300, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં 206, વિસનગર સી.એચ.સી. માં 44, ઉંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટસમાં 5, વડનગર સરકારી હોસ્પિટલમાં 135, સી.એચ.સી. ખેરાલુમાં 7 અને મહેસાણાની હોસ્પિટલમાં 50 આમ કુલ 1057 જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી.

જૂઓ વીડિયો – જાનૈયા એ પુષ્પા ડાન્સ કર્યો અને કેવા થયા વાયરલ

સાથે જ મળતી વિગતો મુજબ હાલ તમામ 1000 કરતા વધારે દર્દીઓની હાલત સ્થિર છે. તેમજ મોટાભાગના દર્દીઓ સારવાર મેળવી ઘરે પરત પણ ફરી ગયા છે. તો કેટલાક વહેલી તકે સારવારમાંથી મુક્ત થઈ ઘરે પરત ફરશે તેવી આશા છે. સાથે જ કોઈ પણ દર્દીની હાલત ગંભીર હોવાના અહેવાલ નહીં હોવાથી પરિવાર અને સરકારનો હાશકારો અનુભવાયો છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...