Homeમનોરંજનમહારાષ્ટ્રનું રાજકીય સંકટ હિંસક સત્તા સંગ્રામ તરફ ? MLAની ઓફિસે તોડફોડ

મહારાષ્ટ્રનું રાજકીય સંકટ હિંસક સત્તા સંગ્રામ તરફ ? MLAની ઓફિસે તોડફોડ

-

Maharashtra Political Crisis update live today મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલ-પાથલ હવે હિંસક સત્તા સંગ્રામમાં પરિવર્તન પામ્યું છે. અહેવાલો મુજબ શુક્રવારે કુર્લા શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુંડારકરના કાર્યાલય પર હુમલો થયો હતો. હુમલાખોરોએ ઓફિસના મેઈન ગેટ અને નેમ પ્લેટ સહિત પોસ્ટરોની તોડફોડ કરી હતી.

અહમદનગરમાં પણ કેટલાક લોકો દ્વારા બળવાખોર શિવસેનાના નેતા એકનાથ શિંદેના પોસ્ટર પર કાળો કુરચો ફેરવી દીધો હતો. મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના સમર્થકો દ્વારા એકનાથ શિંદે દ્વારા જોરદાર વિરોધ અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કેટલાક શિવસેનાના કાર્યકર્તાએ શિંદેને ગદ્દાર ગણાવ્યા હતા.

મુંબઈના સાકીનાકા વિસ્તારમાં પણ સ્થાનિક બળવાખોર ધારાસભ્ય દિલીપ લાંડેના પોસ્ટર ફાડી વિરોધ કરવામાં આવ્યા હતા. લાંડે ગુરૂવારના રોજ આસામના ગુવાહાટી પહોંચ્યા હતા અને શિંદેના સમર્થનમાં જોડાયા હતા. બળવાખોર ધારાસભ્યના સમર્થકોનો તોડફોડનો આરોપ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના લોકો પર કરી રહ્યાં છે. તોડફોડની ઘટના પછી મહારાષ્ટ્ર પોલીસે સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાના મંત્રી એકનાથ શિંદેના બળવાના ચોથા દિવસ બાદ હવે લડાઈ આરપારની થતી હોય તેમ જણાય છે. માતોશ્રીમાં મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ બેઠક દરમિયાન કહ્યું હતું કે, ઠાકરેનું નામ લીધા વગર આ લોકોથી રહેવાતું નથી. શિવસેના માટે મરવા તૈયાર હોવાની વાત કરવા આજે પાર્ટી તોડવાની વાતો કરી રહ્યાં છે. મેં મુખ્યમંત્રી આવાસ છોડ્યું, મુખ્યમંત્રી પદ નહીં.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...