35 C
Ahmedabad

મને પોલીસ સુરતથી મહારાષ્ટ્ર આવવા ન હતી દેતી, પકડીને હોસ્પિટલમાં દાખલ કરી દીધો: નીતિન દેશમુખ

Published:

Maharashtra political crisis LIVE updates : નાગપુર : બળવાખોર ધારાસભ્યો સાથે શિવસેનાના એકનાથ શિંદે મહારાષ્ટ્ર છોડી સુરત પહોંચ્યા ત્યારથી રાજકીય સંકટ ખડુ થયું છે. સુરત આવેલા ધારાસભ્યમાંના એક ધારાસભ્ય નીતિન દેશમુખ પણ હતા. જેઓ બધા ધારાસભ્યો સાથે ગુવાહાટી નહીં પણ મહારાષ્ટ્રના નાગપુરમાં પરત ફર્યા છે. નીતિન દેશમુખે ગુજરાત પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે.

અકોલાના શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ નાગપુર પરત (MLA Nitin Deshmukh Returns)પહોંચ્યા છે. જ્યાં તેમણે મીડિયા સમક્ષ કેટલાક સ્ફોટક ખુલાસા કર્યા છે. તેઓએ જણાવ્યું કે, હું જ્યારે રાત્રીના 3 વાગ્યે સુરતની હોટલથી નીકળી ગયો અને રસ્તા પર પહોંચ્યો ત્યારે 150-200 પોલીસકર્મી મારો પીછો કરતા હતા. મને તેઓ મહારાષ્ટ્ર નહીં જવા દેવા માગતા ન હતા. મે જ્યારે કોઈ વાહનને ઉભું રાખી મુંબઈ આવવા પ્રયાસ કર્યો ત્યારે મારી અટકાયત કરી લેવાઈ અને મને બળજબરી પુર્વક હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમાં મને હાર્ટ એટેક આવ્યાની અફવા ચલાવાઈ હતી. તેઓ મારા શરીરી પર કોઈ પ્રક્રિયા કરી મને નુકશાન પહોંચાડવા માગતા હતા પરંતું ભગવાની કૃપાથી હું સલામત છું.

MLA Nitin Deshmukh Returns વિડીયો

સાથે જ નીતિન દેશમુખે જણાવ્યું હતું કે, હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક હતો, શિવસેનામાં જ રહીશ. ઉલ્લેખનીય છે કે શિવસેનાના મુખપત્ર સામનામાં પણ આરોપ મુકાયો છે કે, ગુજરાત પોલીસે ધારસભ્યને માર માર્યો હતો અને તે પરત આવવા માંગતો હતો છતાં તેને પોલીસ સુરત પકડીને લઈ ગઈ હતી.

મહત્વની વાત છે કે, ગતરોજ મંગળવારે મોડી રાત્રીના સમયે મંત્રી એકનાથ શિંદે ધારાસભ્યોને સુરતથી લઈ ગુવાહાટી જતા રહ્યાં છે.

Related articles

Recent articles