Maharashtra political crisis LIVE updates મુંબઈ : મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ અઘાડીની સરકારનું અસ્તિત્વ ખતરામાં છે. ત્યારે ઝડપથી બદલાઈ રહેલા સમીકરણો વચ્ચે કોંગ્રેસે પોતાના ધારાસભ્યો આજે પણ સાથે છે તેની ચકાસણ કરી લીધી છે. કોંગ્રેસે મહારાષ્ટ્રના પ્રમુખ નાના પટોલેએ કોંગ્રેસના તમામ 44 ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી. જેમાં 41 ધરાસભ્યો હાજર રહ્યાં હતા. જેના કારણે મહારાષ્ટ્ર કોંગ્રેસ Congress ના બાલા સાહેબ થોરાટે દાવો કર્યો કે અમારા તમામ 44 ધારાસભ્યો પક્ષની સાથે છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામુ ધરી વિધાનસભા ભંગ કરી શકે છે તેવા અહેવાલો વચ્ચે કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે. પોતાના ધારાસભ્યો પોતાની સાથે જ છે તે સુનિશ્ચિત કરતા કોંગ્રેસે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જે બાદ બાલા સાહેબ થોરાટે દાવો કર્યો કે અમારા ધારાસભ્યો કોંગ્રેસ સાથે છે ખોટી અફવા ફેલાવવી નહીં તેવી વિનંતી કરું છું.
Maharashtra political crisis LIVE updates Video:
ઉલ્લેખનીય છે કે, શિવસેનાના બળવાખોર મંત્રી એકનાથ શિંદે પોતાની સાથ ધારાસભ્યો લઈ સુરત આવી ગયા હતા. હાઈવોલ્ટેજ ડ્રામા સુરતથી હવે ધારાસભ્યો સાથે શિંદે આસામના ગુવાહાટી પહોંચતા ગુવાહાટી પહોંચ્યો છે. આજે એકનાથ શિંદે સાથે રહેલા ધારાસભ્યોનો ફોટો અને વિડીયો સામે આવ્યો છે. જેમાં કુલ 35 ધારાસભ્યો જોઈ શકાય છે, પરંતુ શિંદે દાવો કરી રહ્યાં છે કે, તેમની પાસે 44 ધારાસભ્યોનું સમર્થન છે.
