36 C
Ahmedabad

મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યો માટે અમદાવાદના રિસોર્ટમાં તૈયારી ! ભાજપના દિગ્ગજ નેતા કરી શકે છે મુલાકાત

Published:

Maharashtra political crisis LIVE updates અમદાવાદ : મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગતરોજ મોડી રાત્રીએ મહારાષ્ટ્રથી શિવસેના અને એનસીપી તેમજ અપક્ષ ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર સરકારના મંત્રી એકનાથ શિંદે સુરત પહોંચ્યા હતા. જ્યાં તેઓ લા મેરિડીયન હોટલમાં ઉતર્યા છે. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત હોટલ બહાર ગોઠવી દીધો છે. પરંતુ મહારાષ્ટ્રમાં જ રહેલા ભાજપના ધારાસભ્યોને (Maharashtra BJP Mla) કોઈ પક્ષ સાથે ન લઈ જાય તે ભયે ભાજપ પણ તેના ધારાસભ્યને સેટ કરવા દોડતી થઈ છે તેવી ચર્ચાઓ સંભળાઈ રહી છે. એક અહેવાલ પરથી માલુમ પડે છે કે, મહારાષ્ટ્રના ભાજપના નેતાઓ માટે અમદાવાદમાં એક રિસોર્ટ (Ahmedabad Resort) પણ બુક કરવામાં આવ્યો હોવાની હિલચાલ જોવા મળી છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. ત્યારે શિવસેનાના ધારાસભ્યો (Shivsena Mla)ને સુરત લાવી સરકાર પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવા આક્ષેપો થઈ શિવસેના કરી રહી છે. એવામાં શિવસેના ઉંઘો ખેલ કરી ભાજપને ડેમેજ ન કરી જાય તે માટે ભાજપે પણ પોતાના ધારાસભ્યોને સાચવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે મહારાષ્ટ્ર ભાજપ પોતાના ધારાસભ્યોને અમદાવાદના બાવળા ખાતે લાવી શકે તેવા અહેવાલો સામે આવી રહ્યાં છે.

બાવળાના રિસોર્ટની બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયાના અહેવાલો મળી રહ્યાં છે. ત્યારે નવજીવન.ઈન ના સમાચાર મુજબ સુરત એરપોર્ટ પર ચાર-ચાર ચાર્ટર્ડ પ્લેન પણ સ્ટેન્ડબાય રાખ્યા હોવાની માહિતી મળે છે.

આ સ્થિતીમાં મહારાષ્ટ્રના ધારાસભ્યોને અમદાવાદની મહેમાનગતી કરાવવાનું કામ સત્તાધારી ભાજપે પોતાના સ્થઆનિક નેતાઓને આપી હોવાની ચર્ચાઓ સંભળાઈ રહી છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ભાજપ મહારાષ્ટ્રથી પોતાના 105 ધારાસભ્યોને ખાસ વિમાનમાં અમદાવાદ લાવવા તૈયારી કરી રહ્યું છે

Related articles

Recent articles