36 C
Ahmedabad

ગઠબંધન છોડવાની વિચારણા કરીશું પણ 24 કલાકમાં મુંબઈ પરત ફરો: બળવાખોર ધારાસભ્યોને રાઉતનું આશ્વાસન

Published:

Maharashtra Political Crisis મુંબઈ : મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના નેતા અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ બળવો કરતા મહાવિકાસ અઘાડી સરકાર ખતરામાં છે. સરકારનું અસ્તિવત્વ ટકાવવું હાલની સ્થિતીએ મુશ્કેલ જણાય છે. આ તમામ ઉથલપાથલ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે પક્ષના તમામ બળવાખોર ધારાસભ્યોને પરત ફરવાની અપિલ કરી છે. સંજય રાઉતે કરેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, બળવાખોર ધારાસભ્યો 24 કલાકમાં પરત ફરે, અમે મહાવિકાસ અઘાડી (MVS) ગઠબંધનમાંથી બહાર નિકળવા વિચારણા કરીશું.

સંજય રાઉતે પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ, “આ લોકો (બળવાખોર ધારાસભ્ય)માં મુંબઈ આવવાની હિંમત નથી. તેઓએ અહીં આવીને જે કહેવું હોય તે કહેવું જોઈ, અહીં આવો અને પત્રવ્યવહાર કરો. પરંતુ આ બધા લોકો ગુવાહાટીમાં બેસીને વાત કરી રહ્યા છે. જો તમારામાં હિંમત છે તો મુંબઈ પરત આવો. તમારી વાત ઉદ્ધવ ઠાકરે સામે મૂકો. મને ખાતરી છે કે, તમારી વાત સાંભળવામાં આવશે. 24 કલાકમાં પાછા આવો. MVAમાંથી બહાર નીકળવાનું વિચારીશું.”

રાઉતે વધુમાં કહ્યું કે, ટીમ શિંદેના 21 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. ધારાસભ્યોના અપહરણ કરી લેવાયા છે. નીતિન દેશમુખે પરત ફરીને કહ્યું કે, સુરતમાં ઘણી પોલીસ હતી અને મને બળજબરી પૂર્વક સુરત લઈ જવામાં આવ્યો હતો. મજબૂરીને કારણે ધારાસભ્યો પરત મુંબઈ ફરી શક્યા નથી.

સંજય રાઉતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી આવાસમાં પરત ફરશે તેમ જણાવતા કહ્યું કે ફ્લોર ટેસ્ટ થશે તો અમે જીત હાંસલ કરીશુ. કેમકે અમારા ધારાસભ્યોના અપહરણ થયા છે. બળવાખોર ધારાસભ્યો માટે રાઉતે કહ્યું કે, અમે સરકારમાંથી નિકળી જવા તૈયાર પણ તમે માંગણી મુંબઈ આવીને કરો. જો ખરેખર તમે સાચા શિવસૈનિક હોય તો મુંબઈ પરત ફરો.

Related articles

Recent articles