Homeરાજકારણશિવસેના અલગ ચીજ છે, શિવસૈનિકો ભડકશે તો મહારાષ્ટ્ર ભળકે બળશે: રાઉત

શિવસેના અલગ ચીજ છે, શિવસૈનિકો ભડકશે તો મહારાષ્ટ્ર ભળકે બળશે: રાઉત

-

Maharashtra Live Update in Gujarati મુંબઈ : આજરોજ શિવસેનાના સાંસદ સંજય રાઉતે મીડિયા સાથ વાત કરી હતી. મીડિયાને તેમણે જણાવ્યું કે, એકનાથ શિંદે અને બળવાખોર જૂથ પાસે હજૂ પણ સમય છે. શિવસૈનિકોએ અત્યાર સુધી સંયમ રાખ્યો છે તેઓએ અમને પુછ્યું કે શું કરીએ ? અમે શાંતિ રાખવાનું જણાવ્યું છે. માટે સમયસર ભાનમાં આવી જાય તો સારૂ. સાથે જ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ ચેતવણીના સ્વરે રાઉતે કહ્યું કે, તેઓ આ મુદ્દે તો દૂર જ રહે નહીં તો સારૂ પરિણામ નહીં આવે.

સંજય રાઉતે વધુમાં જણાવ્યું કે, મહારાષ્ટ્ર આવો એટલે ખબર પડશે કે કોનામાં કેટલો દમ છે. હજૂ સમય છે ભાનમાં આવી જાઓ, અમને વિશ્વાસ છે કે તેઓ મુંબઈ આવશે તો અમારા પક્ષમાં આવી જશે. હાલ અમે શિવસૈનિકોને શાંત રહેવા જણાવ્યું છે. શિવસૈનિકો ઉકળી રહ્યાં છે જો આ લોકો ભડકી જશે તો મહારાષ્ટ્ર ભડકે બળશે.

રાઉતે કહ્યું કે, શિવસૈનિકો ગુસ્સામાં છે તેમને ખ્યાલ છે કે હવે ડંડાથી કામ નહીં થાય માટે તેમે હવે હાથમાં પથ્થર ઉઠાલી લીધા છે. અમે શિવસૈનિકોને કાબૂમાં રાખવાની કોશીષ કરીએ છીએ પણ સ્થિતી નિયંત્રણ બહાર છે. શિવસેના એક અલગ જ વસ્તુ છે એકવાર લોકો રસ્તે ઉતરી પડે પછી હાથમાં નહીં રહે. શું તમે અમારા ધારાસભ્યોના અપહરણ કરશો અને સુરક્ષા આપશો તો શું અમે ગુસ્સે નહીં થઈએ ? શું અમે નામર્દ છીએ ? ઈતિહાસને યાદ કરતા તેમણે કહ્યું કે, શિંદે-રાણે અને ભૂજબળ જેવા તો આવતા રહે અને જતા રહે. તમે બાળા સાહેબના ભક્ત છો તો ભક્તિ કરો કબજો કરવાની કોશીષ ન કરો, જો તેમ કરશો તો તલવારનો જવાબ તલવારથી મળશે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....