Homeગુજરાતટેકાના ભાવે મગફળીની માત્ર વાતો થઈ, ખરીદી અધ્ધર તાલ કેમ ?

ટેકાના ભાવે મગફળીની માત્ર વાતો થઈ, ખરીદી અધ્ધર તાલ કેમ ?

-

રાજકોટ, મોરબી, જુનાગઢ, ભાવનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સામે આવ્યા અવનવા કારણો.

અહેવાલ, ફૈઝલ (અમદાવાદ) – આજથી ગુજરાતમાં (Gujarat) મગફળીની(magfali) ટેકાના ભાવે(teka na Bhave) ખરીદી(kharidi) કરવાની વાતો તો થઈ હતી. પરંતુ ક્યાંક નિરસતા તો ક્યાક બહાના બાજી તો ક્યાક વરસાદની આગાહીનું કારણ આગળ ધરીને મગફળીની ખરીદી ન થઈ. વાત કરીએ ભાવનગરની તો પુરવઠા વિભાગને લેબર કર્મચારી ન મળતા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ટેકાના ભાવે ખરીદી થઈ નહી.

મોરબીમાં વરસાદની આગાહીનું કારણ આગળ ધરીને મગફળીની ખરીદી મોકુફ રાખવામાં આવી. તો રાજકોટમાં ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ ખેડૂતોને મગફળીના પૈસા 2 થી 3 મહિના સુધી ન મળતા હોવાથી ખેડૂતો બજાર તરફ વળતા ખેડૂતોમાં ટેકાના ભાવે મગફળી વેચવામાં નિરસતા જોવા મળી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Magfali Teka na bhave kharidi, Gujarat (પ્રતીકાત્મક તસવીર)

તો જૂનાગઢમાં ખેડૂતોને જાણે તંત્ર પરથી ભરોસો જ ઉઠી ગયો હોય તેમ એક પણ ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવા ન પહોંચ્યો. એક હજાર 750 ખેડૂતએ રજીસ્ટ્રેશન તો કરાવ્યુ પરંતુ એક પણ ખેડૂત ન પહોંચે એ તો કેમ બને પરંતુ એવુ જૂનાગઢમાં બન્યું..પરંતુ અધિકારીઓ બજારમાં સારો ભાવ મળતો હોવાની વાત કહીને હાથ અધ્ધર કરી લે છે.

જગતનો તાત પોતાની મહામહેનત બાદ પાકને લઈને પહોંચે પરંતુ તેમને જો ભાવ ન મળ તો તે કેટલો નિરાશ થાય અને જ્યાં ભાવ મળે તો 3 મહિને રૂપિયા મળે આ તો કેવી કરૂણા.. ભલે અધિકારીઓ ગમે તેવી બજારમાં સારા ભાવની વાત કરે પરંતુ હકીકત તો કઈક જુદી પરિસ્થિતિ બતાવે છે. આશા રાખીયે કે સરકાર ખેડૂતોને બજારમાં સારા ભાવ મળવાની જે વાત કહે છે તે સાચી હોય જેથી જગતના તાતને તેની મહેનતનું સારૂ વળતર મળે અને કોઈ ખેડૂત ક્યારે પણ ખેતી ન છોડે તેવી ભગવાનને યાચના.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....