Sonal Maa history in Gujarati – જયેશ ચૌહાણ : સૌરાષ્ટ્રની ધરતીને સંત, શૂરા અને દાતારની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જો વિખ્યાત સંતોની વાત કરીએ તો જલારામ બાપા વીરપુર, સતાધારમાં આપાગીગા, ભગુડામાં માં મોગલ, બગદાણામાં બાપા સિતારામ અને મઢડામાં સોનલધામ Sonaldham Madhada પ્રચલિત છે. પરંતુ આજે સૌરાષ્ટ્રે એક સંત ગુમાવ્યા છે. આજરોજ સાંજે સોનલધામ મઢડા અને સોનબાઈ આઈના બહેન બનુ મા 94 વર્ષની જૈફ વયે દેવલોક પામ્યા છે. આ સમાચાર પ્રસરતા ભક્તો શોકમાં ગરકાવ થયા છે. બનુ મા સ્વર્ગે સિધાવ્યા છે અને આવતી કાલે તેમની અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવશે તેવા અહેવાલ મળી રહ્યા છે.
Madhada Sonal Ma no Itihas

મઢડા ખાતે સોનલ માતાજીનો જન્મ થયો હતો
ચારણોની શક્તિપીઠ તરીકે ખ્યાતિ પામેલું ધામ એટલે સોનલધામ કહેવાય છે. આ સોનલ ધામ જૂનાગઢના કેશોદ પાસેના મઢડા ગામમાં સ્થિત છે. મઢડા ગામ ખાતે જ આઈ શ્રી સોનલ માતાજીનો જન્મ થયો હતો. હાલ 20 વિઘા જમીન પર આઈ શ્રી સોનલ માતાજીનું મંદિર આવેલુ છે. અત્રે દરરોજ મોટી સંખ્યામાં આઈ ભક્તો પહોંચી દર્શનનો લાભ લેતા હોય છે. આઈ શ્રી સોનલ માતાજીના ભક્તો દુનિયા ભરમાં છે અને તેઓ સોનલ માતાજી પર અતૂટ શ્રધ્ધા ધરાવે છે.

Sonal maa history in Gujarati સોનલધામના બનુ મા સ્વર્ગે સિધાવ્યા
પોષ સુદ બીજ માતાજીનો અવતરણ દિવસ ધામધૂમથી ઉજવાય છે
આઈ શ્રી સોનલ ધામ ખાતે પોષ સુદ બીજના રોજ માતાજીના અવતરણ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે માતાજીના અવતર દિવસે મોટ સંખ્યામાં ભક્તોની ભીડ દર્શન કરી ધન્યતા મેળવવા મઢડા ખાતે પહોંચતા હોય છે. ત્યારે બીજની રાત્રીના સંતવાણી અને ભજનના કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. આ ભજન કાર્યક્રમમાં રાજ્યના કેટલાક ખ્યાતનામ કલાકારોની અચૂક ઉપસ્થિતી જોવા મળતી હોય છે.
સંતના આશિર્વાદ પાંચમી પુત્રી ભગવતીનો અવતાર
સંત સ્વભાવના પિતાજી હમીરબાપુ મોડને ત્યાં પાંચમા દિકરી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો. હમીરબાપુને ત્યાં પાંચમી સંતાન આવવાનો હરખ પણ પરિવારમાં દિકરાના જન્મ જેટલો જ હતો.સરાકડીયા વાળાએ વચન આપ્યું હતું કે તમારી પાંચમી પુત્રી માં ભગવતીનો અવતાર હશે. એ દીકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે.

માતાજીની સંસ્કૃત ભાષા પર મજબૂત પકડ હતી
સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપવાનની સાથે સ્પષ્ટ વક્તા અને ચારણી સાહિત્યના પ્રખર જ્ઞાતા પણ હતા. જીવનમાં સ્કૂલે ન ગયા હોવા છતા સંસ્કૃત ભાષા પર આઈ શ્રી સોનલ માતાજીની મજબૂત પકડ હતી તેમણે અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો પણ આપ્યા હતા.
લગ્નના દિવસે માતાજીનું બ્રહ્મચર્ય વ્રત
માતા અને પરિવારના અતિ આગ્રહના લિધે આઈ શ્રી સોનબાઈએ લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના દિવસે જ શ્રી સોનલ માતાજીએ બ્રહ્મચર્યના આજીવન વ્રતની જાહેરાત કરી હતી. સમગ્ર જીવન સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરવામાં જ વિતાવી હતી.