Homeલાઈફ સ્ટાઇલતુલસીજીએ ભગવાન ગણેશને શા માટે આપ્યો શ્રાપ ? જાણો વિગતવાર...

તુલસીજીએ ભગવાન ગણેશને શા માટે આપ્યો શ્રાપ ? જાણો વિગતવાર…

-

Dharmik Story in Gujarati: Hindu lord Ganesh and Tulsiji.

તુલસીજીએ (Tulsiji) ભગવાન ગણેશને (Lord Ganesh) શા માટે આપ્યો શ્રાપ, જાણો આખી કહાની

ગણેશ ચતુર્થી તહેવાર શરૂ થઈ ગયો છે. આજે દરેક ઘરમાં ગણેશજી બિરાજમાન હશે. દરેક વ્યક્તિ ગણેશના પ્રસાદ વિશે જાણે છે, પરંતુ ગણેશ પૂજા દરમિયાન પવિત્ર તુલસીનો ક્યારેય ઉપયોગ થતો નથી. તેની પાછળની દંતકથા વાંચો

દંતકથા અનુસાર, એક વખત ગણપતિજી ગંગા કિનારે તપસ્યા કરી રહ્યા હતા. એ જ ગંગા કિનારે, ધાર્મિક છોકરી તુલસી પણ તેના લગ્ન માટે તીર્થયાત્રા કરીને ત્યાં પહોંચી હતી. ગણેશ જી રત્નોથી સજ્જ સિંહાસન પર બેઠા હતા.

ગણેશજીને તપશ્ચર્યામાં વિલીન થતા જોઈને તુલસીનું મન તેમની તરફ આકર્ષિત થયું. તેમણે ગણપતિજીને તપસ્યામાંથી ઉઠાવી લીધા અને તેમની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તેમની તપસ્યા ભંગ થવાને કારણે ગણપતિજી ખૂબ ગુસ્સે થયા.

ગણેશે તુલસી દેવીના લગ્ન પ્રસ્તાવને ફગાવી દીધો. તુલસી દેવી ગણેશજીની વાત ન સાંભળીને ખૂબ ગુસ્સે થયા પછી તુલસી દેવીએ ગણેશજીને શ્રાપ આપ્યો કે તેમના બે લગ્ન થશે.

તે જ સમયે, ગણેશજી પણ ગુસ્સે થયા અને તુલસી દેવીને શ્રાપ આપ્યો કે તેમના લગ્ન અસુર સાથે થશે. આ શ્રાપ સાંભળીને તુલસીજીએ ભગવાન ગણેશની માફી માંગવાનું શરૂ કર્યું.
ત્યારે ગણેશજીએ કહ્યું કે તમારા લગ્ન રાક્ષસ શંખચૂર્ણ સાથે થશે, પરંતુ તે પછી તમે એક છોડનું રૂપ ધારણ કરશો.

ભગવાન ગણેશે કહ્યું કે તુલસી કળિયુગમાં જીવન અને મોક્ષ આપનાર હશે, પરંતુ મારી પૂજામાં તમારો ઉપયોગ નહીં થાય.

આ જ કારણ છે કે ભગવાન ગણેશની પૂજામાં તુલસી ચઢાવવી શુભ માનવામાં આવતી નથી.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...