Loot for fishes in Bihar : દરરોજ સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો સામે આવે છે જેમાના કેટલાક વાયરલ પણ થઈ જતા હોય છે. પણ કેટલીક સત્ય ઘટનાના વિડીયો અચરજ પમાડે તેવા હોય છે. જેમાં હાલ એક વિડીયો સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યો છે. ખરેખર આ વિડીયોમાં એવી ઘટના છે કે જેમાં લોકો રીતસર માછલીઓ ભરવા લૂંટ મચાવી હતી. આ ઘટનાનો વિડીયો Video ઇન્ટરનેટ પર એવી રીતે છવાયેલો છે કે લોકો માથું પકડીને બેઠા છે. આ વિડીયો વાયરલ Viral Video થઈ રહ્યો છે તે વરસાદનો નથી, પરંતુ માછલીઓની લૂંટનો છે. જેમાં માછલીઓ એકઠી કરી લઈ લેવા માટે કોઈ ડોલ તો કોઈ બોરીમાં માછલી ભરતો જોવા મળે છે, વળી એક કલાકાર તો હેલ્મેટમાં માછલી ભરતો જોવા મળે છે.
હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ વિડીયો Video બિહારના ગયા જિલ્લાના અમાસ પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું જણાવાય રહ્યું છે. જ્યાં શનિવારે માછલીઓથી ભરેલો એક ટ્રક બેકાબૂ બન્યો હતો અને તેમાં ભરેલી માછલીઓ ટ્રકમાંથી માછલીઓ નીચે રસ્તા પ પડવા લાગી હતી. માછલીઓનો જથ્થો જોઈને રસ્તા પરના લોકો માટે જાણે માછલીઓનું પૂર આવ્યું હોય તેવી સ્થીતી જોવા મળી હતી. લોકોએ માછલીની પણ ઉગ્ર લૂંટફાટ કરી હતી. લોકોની હાલત એવી હતી કે જાણે લોટરી લાગી હોય. રસ્તા પર પડેલી માછલી પકડવા માટે જે મળ્યું તે લાવ્યો. આ દરમિયાન, કોઈ ડોલ-બોરીમાં માછલી ભરતો જોવા મળે છે, તો કોઈ હેલ્મેટમાં માછલી ભરતો જોવા મળે છે.
Loot For Fishes in Bihar માછલી લૂંટવા લોકોએ કેવું કર્યું જૂઓ વિડીયોમાં: Viral Video
આ વિડીયો ત્યારે લોકો સમક્ષ આવ્યો જ્યારે ટ્વિટર યુઝરે તેને પોસ્ટ કર્યો. આ વિડીયો ટ્વિટર પર ‘હરિ ક્રિષણ’ નામના યુઝરે શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો રસ્તા પર પડી ગયેલી માછલીઓને લૂંટવા માટે તૂટી પડ્યા હતા.આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને ઘણો જોવામાં અને શેર પણ કરવામાં આવતા વાયરલ બની ગયો છે.