Homeગુજરાતરાજકોટલોધીકા તાલુકાના ખેડૂતોને પાક ધિરાણમાં વ્યાજ માફી મામલે રાજય સરકાર દ્વારા અન્યાય;...

લોધીકા તાલુકાના ખેડૂતોને પાક ધિરાણમાં વ્યાજ માફી મામલે રાજય સરકાર દ્વારા અન્યાય; ખેડૂતોમાં રોષની લાગણી

-

ખેડૂત સમાચાર : લોધીકા : લોધીકા તાલુકાના ખેડૂતોએ ગત વર્ષે લીધેલા પાક ધિરાણમાં રાજ્ય સરકાર દ્વારા વ્યાજ માફીની 4 ટકા રકમ હજુ સુધી મંજૂર કરેલ ન હોય કિસાનોમાં રોષની લાગણી ફેલાઈ છે.

રજૂઆત મુજબ લોધીકા પંથકના ખેડૂતોએ ગત સાલ લીધેલ પાક ધિરાણમાં કેન્દ્ર સરકાર દ્વારા 3 ટકા તેમજ રાજ્ય સરકાર દ્વારા 4 ટકા મળીને કુલ 7 ટકા વ્યાજ માફીનું જાહેર થઈ હતી. પરંતુ ગત વર્ષના વ્યાજ માફીના કેન્દ્ર સરકાર દ્વારા 3 ટકા વ્યાજ માફી આપી દીધેલી છે. પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર તરફથી વ્યાજ માફીના 4 ટકા જાહેર થયેલ નથી. જેથી વ્યાજ માફીનો પૂરો લાભ ખેડૂતોને હજુ સુધી મળેલ નથી જેથી આ અંગે તુરંત ઘટતું કરવા ખેડૂતોમાં  માંગણી થયેલ છે.

આ ઉપરાંત તાલુકામાં ખેતીવાડી તેમજ જ્યોતિ ગ્રામ વીજળી હેઠળ આવતા ગામમાં અવારનવાર વીજ કાપ, વીજ ફોલ્ડર સહિત સમસ્યા ખેડૂતોને પરેશાન કરે છે. આ અંગે તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવે છે. ત્યારે યોગ્ય પગલાં લેવા ચાંદલીના ખેડૂત મોહનભાઈ ખુંટ મહેશભાઈ સોરઠીયા પીપરડીના સાવજુભા જાડેજા સહિતના ખેડૂતોએ માગણી કરી છે.

વધુ વાંચો- રાજકારણીની ધમકી વાળી ફેસબુક પોસ્ટ બાદ ASI હિતેન્દ્રસિંહ થયા સસ્પેન્ડ: રાજકોટ

Must Read