Homeગુજરાતરાજકોટલોધીકામાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ: રાજકોટ

લોધીકામાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ: રાજકોટ

-

લોધીકા ન્યુઝ : રાજકોટ (Rajkot)ના લોધીકા (Lodhika)તાલુકામાંથી નકીલ દારૂની ફેક્ટરી ઝડપાયાના અહેવાલ છે. લોધીકા તાલુકાના મોટાવડા ગામની સીમમાં પોલીસે દરોડો કરતા દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ લોધીકા પોલીસે (Lodhika Police) બાતમીના આધારે દરોડો કરતા મોટાવડા (Motavada)ગામની સીમમાંથી નકલી દારૂની ફેક્ટરી (Duplicate Liquor Factory) પકડાઈ હતી. પોલીસ સુ્ત્રો પાસેથી મળતી માહિતી મુજબ નકલી દારૂની ફેક્ટરી યોગેન્દ્રસિંહ જાડેજા અને દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ચલાવાતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો- લોધીકા પંથકમાં એસ.ટી. બસ અનિયમિત; સ્થાનિકોની આંદોલનની ચીમકી: રાજકોટ

નકલી દારૂની ફેક્ટરીના સુત્રધાર આરોપીઓ યોગેન્દ્રસિંહ અને દિગ્વિજયસિંહની પોલીસ દ્વારા શોધખોળ હાથધરવામાં આવી છે.

વધુ વાંચો- રાજકોટથી ગોવા જુગાર રમવા લઈ જાય છે ? 38 લાખની ઉઘરાણી માટે હુમલો

Must Read