Homeગુજરાતરાજકોટલોધિકા પોસ્ટ ઓફિસનો વહીવટ ચાર દિવસથી બંધ લોકોમાં રોષની લાગણી: આંદોલનની ચિમકી

લોધિકા પોસ્ટ ઓફિસનો વહીવટ ચાર દિવસથી બંધ લોકોમાં રોષની લાગણી: આંદોલનની ચિમકી

-

Lodhika News લોધીકા : રાજકોટ તાલુકાની લોધીકા પોસ્ટ ઓફિસમાં ઘટતા સ્ટાફ ભરવાની અવાર-નવાર રજૂઆત કરવા છતાં પોસ્ટ ઓફિસમાં પૂરતો સ્ટાફ ફાડવામાં નહીં આવતા રોષ વ્યાપેલ છે.

આ અંગે સામાજિક કાર્યકર્તા અશોકભાઈ વસોયા, ગૌરવ હંસોરા, મહેશભાઈ વાડોદરિયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ઘેટીયાની ફરિયાદ મુજબ લોધિકા પોસ્ટ ઓફિસમાં શહેર તથા આસપાસના ગામોના ગ્રાહકોના ખાતા હોવા દૂર દૂરથી તેઓ આવતા હાય છે. પરંતુ લોકોને પોસ્ટ ઓફિસમાં અપૂરતા સ્ટાફના પરિણામે ભારે હાલાકી ભોગવી પડે છે. છેલ્લા ઘણા સમયથી પોસ્ટ માસ્તરની જગ્યા ખાલી પડેલ છે. હજુ સુધી નવા પોસ્ટ માસ્તર હાજર થયેલ ન હોય લોકોના કામ અટકી પડ્યા છે.

હાલ દૂર-દૂરથી આવતા લોકોને લાંબી લાઈનો લાગે છે. એક ક્લાર્ક આવે છે પરંતુ વહીવટી અનુભવ ન હોય તેમના કારણે લોકોના કામ થતાં નથી. અત્રે ની પોસ્ટ ઓફિસ (Lodhika Post Office)માં લોકો પોતાના ખાતાના કામે રજીસ્ટર એડી ગેસ બિલ બચત ખાતા બાબતે વગેરે કામકાજ માટે આવે છે. તેમાં પણ છેલ્લા ચાર દિવસથી બિન અનુભવી ક્લાર્ક આવતા પોસ્ટ ની તમામ કામગીરી અટકી પડેલ છે. લોકોને સમયસર પૈસા મળતા નથી ભારે હાલાકી ભોગવી રહા છે. ઘણી રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી નહીં થતાં લોકો આંદોલનનો માર્ગ અપનાવવાનું વિચારી રહ્યા છે. ત્યારે આ અંગે તંત્ર દ્વારા વહેલાસર યોગ્ય પગલા લેવા લોકોમાં માંગણી ઉઠી છે.

વધુ વાંચો- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ ધરાશાયી: રાજકોટ

વધુ વાંચો- અમદાવાદમાં જગન્નાથજીની 145 મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....