ગૌરવ હંસોરા, Lodhika News : લોધીકામાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર (Stray Cattle)નો ત્રાસ હતો લોકો સતત ભયના માહોલમાં હતા. ત્યારે લોધિકાની નવ નિયુક્ત ગ્રામ પંચાયત (Gram Panchayat) ટીમે રખડતા ઢોરના ત્રાસથી ગ્રામજનોને છુટકારો અપાવતા પંચાયતની સરાહનીય કામગીરીથી લોકોએ રાહત અનુભવી છે.
અત્રે નોંધનીય છે કે, લોધીકામાં રખડતા ઢોરનો ત્રાસ ઘણા લાંબા સમયથી હતો ગામના મુખ્ય માર્ગો તેમજ શેરી ગલીઓમાં આખલા (ખુંટીયા)ઓ આડેધડ જોવા મળતા હતા. જેના કારણે ટ્રાફિક સહિતા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા. ઉપરાંત અકસ્માત ના બનાવો માં પણ વધારો થયેલ હતો ગામના મુખ્ય વિસ્તારો રામજી મંદિર ચોક ખોડીયાર ચોક બસ સ્ટેન્ડ સ્કૂલ વિસ્તાર વગેરે માર્ગો પર આખો દિવસ ઢોર અડીંગો જમાવી બેસી રહેતા.
વધુ વાંચો- રાજકોટમાં બુકીઓ બેખૌફ ! આરોપી જાહેરમાં માસ્ટર આઈડી ખોલી જુગાર રમાડતો ઝડપાયો
રખડતા ઢોરના ત્રાસના કારણે કેટલાક લોકો ઈજાગ્રસત પણ થયા છે. ટુંકમા કહીએ તો લોકો પારાવાર હેરાનગતિ ભોગવતા હતા. જે બાબત ધ્યાને લઈ ગ્રામ પંચાયતના સરપંચ સુધાબેન વસોયા, ઉપસરપંચ દિલીપભાઈ મારકણા, પંચાયત સદસ્ય પ્રવીણભાઈ ખીમસુરીયા તેમજ પંચાયત ટીમે જહેમત ઉઠાવી કાર્યવાહીનો આરંભ કર્યો હતો.
વધુ વાંચો- લોધીકા આરોગ્ય કેન્દ્રની ભુંડી હાલત, અનેક રજૂઆતો બાદ પણ સ્થિતી ઠેરની ઠેર: રાજકોટ
આ કાર્યવાહીમાં સામાજિક કાર્યકર ભાવેશભાઈ વસોયા, અરવિંદભાઈ હરસોડા, પાર્થભાઈ ભૂત, જય વસોયા, અશ્વિનભાઈ ઝાલાવાડીયા તેમજ અન્ય સેવાભાવીઓના સહયોગથી ગામના તમામ રખડતા ઢોર પકડી ગામની ગૌશાળામાં ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યાં રખડતા ઢોરને ત્યાં રાખી ઘાસચારો અને પાણીની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.
