Wednesday, May 18, 2022

ઓછા સ્ટાફે ચાલતી લોધીકા પોસ્ટ ઓફિસથી અનેક સેવાને અસર, સામાજિક કાર્યકરોની રજૂઆત

આજના તાજા સમાચાર ગુજરાત, News.Gujarati : રાજકોટ Rajkot ના લોધીકા પોસ્ટ ઓફિસમાં સ્ટાફની અછત હોય તેવી હાલત છે. ખૂટતા સ્ટાફના કારણે પોસ્ટ ઓફિસે Lodhika Post Office આવતા લોકોને સુવિધાના બદલે અગવડ મળી રહી છે. આ મામલે આજરોજ પી.એમ.જી. ગુજરાતને લેખીત ફરિયાદ કરી રજૂઆત કરવામાં આવી છે.

લોધીકામાં ઓછા સ્ટાફે ચાલતી લોધીકા પોસ્ટ ઓફિસથી અનેક સેવાને અસર News.Gujarati

લોધીકા Lodhika ના સમાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ પોઈન્ટ છ પણ કામ કરવા કર્મચારી નથી. તેમજ એસ.બી. સેવા, રજીસ્ટર પાર્સલ બચત જેવી કામગીરી સ્ટાફના અભાવે વિલંબથી થવા લાગી છે. જેના કારણે પોસ્ટ ઓફિસે આવતા લોકોને હાલાકી ભોગવવી પડે છે.

લોધીકા તાલુકા હેઠળના ગામમાં પણ પોસ્ટ ઓફિસો આવેલી છે. પરંતુ ઓફિસમાં ખૂટતા સ્ટાફના કારણે કેટલીય સેવાઓને અસર થાય છે. આશ્ચર્ય ની વાત તો એ છે કે અનેક વખત તાલુકા કક્ષાની આ પોસ્ટ ઓફિસથી ચાર પાંચ દિવસના ટપાલ થેલા ભેગા થઈ જાય છે અને એક સાથે આગળ જતા હોય અનેક મહત્વની ટપાલો જે તે સ્થળે નિયત સમયે પહોંચતી નથી. તેવું પણ આ અરજીમાં જણાવ્યું છે.

સુવ્યવસ્થિત પોસ્ટ સેવા મળે તેવી માંગણી કરતી આ અરજીમાં પોસ્ટ ઓફિસમાં નેટના પણ પ્રોબલેમ ખુબ હોય તેવી વાત જણાવાય છે. માટે પોસ્ટ ઓફિસમાં ખુટતો સ્ટાફ ભરી પોસ્ટ ની સેવા વ્યવસ્થિત કરવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ઘેટીયા, ગૌરવ હંસોરા, જીતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, મહેશભાઈ ઘાડીયા સહીતના સામાજિક કાર્યકરોએ રજુઆત કરેલ છે.

- Advertisment -

Must Read

man sleeping with chittah in video viral mr Dolph C Volker trending video on social media youtube

ચિત્તા સાથે ઉંઘતા માણસનો વિડીયો ફરી થયો વાયરલ, જાણો શા માટે...

Man sleeping with three cheetahs viral video : આપે કદાચ કોઈ વ્યક્તિને બિલાડી અને કૂતરા સાથે સૂતા જોયા હશે, પરંતુ શું તમે...