36 C
Ahmedabad

લોધીકા SBI બેંકમાં સ્ટાફની અછત સહિતની મુશ્કેલીઓ મામલે રજૂઆત કરતા સમાજિક કાર્યકરો

Published:

Gujarati News લોધીકા : લોધીકા તાલુકાની એસ.બી.આઈ. બેંકની શાખામાં સ્ટાફની અછત હોવાના કારણે મુશ્કેલી પડી રહી હોવાની સ્થાનીકોમાં ચર્ચા છે. સ્થાનીકોને બેંકમાં સ્ટાફ નહીં હોય કામકાજ માટે લાંબો સમય ખરાબ કરવો પડે છે. સાથે જ ગામડામાંથી આવતા લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ મામલે સામાજિક કાર્યકરો દ્વારા તંત્રને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, લોધીકા સહિતના આસપાસના 38 ગામના લોકો આ બેંકમાં વ્યવહાર કરે છે. ત્યારે બેંક પાસે પુરતો સ્ટાફ નહીં હોવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએ એક માત્ર રાષ્ટ્રીયકૃત બેંક હોય લોધીકા એસબીઆઈ બેંકમાં લોકો જોડાતા હોય છે. ત્યારે સ્ટાફની અછત હોય ગામડામાંથી બેંકના કામકાજ લઈ આવતા લોકોનો સમય પણ વ્યય થાય છે. સાથે જ બેંકમાં લાંબી કતારો જોવા મળે છે તો ક્યારેક તો એટીએમ પણ બંધ હાલતમાં જોવા મળે છે.

લોધીકા SBI બેંકમાં સ્ટાફની અછત સહિતની મુશ્કેલીઓ મામલે રજૂઆત કરતા સમાજિક કાર્યકરો Gujarati News

તેવી જ રીતે પાસબુક એન્ટ્રી મશીન પણ ઘણી વખત બંધ પડી જાય છે ત્યારે  બેંકમાં રજુઆત કરવા છતા ગ્રાહકોને સંતોષકારક જવાબ મળતો નથી આ અંગે બેંકમાં પૂરતો સ્ટાફ માટે કામગીરી વ્યવસ્થિત ધોરણ ચાલે તેવી  લોકોની માંગણી છે.

વધુ વાંચો- જામનગરમાં દારૂનો કેસ નહીં કરવા લાંચ માંગતો ભ્રષ્ટ PSI ઝડપાયો

Related articles

Recent articles