Homeરાષ્ટ્રીયજ્ઞાનવાપી કેસ: SCએ વારાણસી કોર્ટને કોઈ પણ આદેશ ન આપવાનો આદેશ કર્યો,...

જ્ઞાનવાપી કેસ: SCએ વારાણસી કોર્ટને કોઈ પણ આદેશ ન આપવાનો આદેશ કર્યો, આવતીકાલે થશે સુનાવણી

-

Gyanvapi mosque row Latest News નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ પર ચાલી રહેલા વિવાદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટે શુક્રવાર સુધી મુલતવી રાખી છે. આ સાથે કોર્ટે વારાણસીની કોર્ટને આવતીકાલ સુધી આ મામલાને લગતો કોઈ આદેશ ન આપવાનો નિર્દેશ આપ્યો છે. હિન્દુ પક્ષે આજે સુપ્રીમ કોર્ટને આ કેસની સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખવાની માંગ કરી હતી. એડવોકેટ વિષ્ણુ જૈને જણાવ્યું હતું કે, મુખ્ય વકીલ હરિશંકર જૈનને એટેક આવ્યો છે, તેથી સુનાવણી આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવે.

જો કે, મુસ્લિમ પક્ષ વતી હુઝેફા અહમદીએ કહ્યું કે આ કેસને કારણે અન્ય સ્થળોએ પણ આવા જ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં અમે માંગ કરીએ છીએ કે મામલાની સુનાવણીમાં વિલંબ ન થવો જોઈએ. આજે પણ વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે, મસ્જિદની દિવાલ તોડી પાડવામાં આવે. કારણ કે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી ચાલુ રહેશે, અમને આશંકા છે કે તેઓ આ સંદર્ભે આદેશ આપી શકે છે.

આવતીકાલે સાંજે ત્રણ વાગ્યે સુનાવણી થશે

આવી સ્થિતિમાં સમગ્ર મામલાની સુનાવણી કરી રહેલી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર ગઈકાલ સુધી રોક લગાવી દીધી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટની સુનાવણી પણ આવતીકાલ સુધી ટાળી દેવામાં આવી છે. હવે આવતીકાલે સાંજે ત્રણ વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તે જ સમયે, આ નિર્ણય પછી, હિન્દુ પક્ષે કહ્યું કે આવતીકાલ સુધી તેઓ ટ્રાયલ કોર્ટમાં આગળ વધશે નહીં.

Latest News Gujarati જ્ઞાનવાપી કેસ: SCએ વારાણસી કોર્ટને કોઈ પણ આદેશ ન આપવાનો આદેશ કર્યો

જો કે, મંગળવારે જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે વારાણસીના ડી.એમ.ને આદેશ આપ્યો હતો કે, તેેઓ સુનિશ્ચિત કરે કે જ્યાં શિવલિંગ કથિત રીતે મળી આવ્યું હતું તે જગ્યાને સાચવવામાં આવે. પરંતુ આમ કરતી વખતે મુસ્લિમ સમુદાયના ઈબાદતના અધિકારનું હનન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

વાસ્તવમાં, જ્યાં શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવે છે તે એક તળાવ છે, જેનો ઉપયોગ વુઝુ માટે મસ્જિદમાં આવતા લોકો દ્વારા કરવામાં આવતો હતો (જે પ્રક્રિયા ઇસ્લામમાં માનતા લોકો નમાઝ અદા કરતા પહેલા પોતાને શુદ્ધ કરવા માટે કરે છે).

Must Read