Friday, May 13, 2022

UPના પોલીસ મહાનિર્દેશક મુકુલ ગોયલને આદેશનો અનાદર કરવા બદલ હટાવ્યા

Live Gujarati news UPના પોલીસ મહાનિર્દેશક Mukul Goyal ને હટાવ્યા.

લખનૌ: ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે મોટો નિર્ણય લીધો છે. યુપીના પોલીસ મહાનિર્દેશક મુકુલ ગોયલને DGP Mukul Goyal આદેશનો અનાદર કરવા અને કામમાં રસ ન લેવા બદલ હટાવવામાં આવ્યા છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આદેશનું પાલન ન કરવા અને કામમાં રસ ન લેવાના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. મુકુલ ગોયલે જુલાઈ 2021માં યુપીના પોલીસ વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. પદ સંભાળતી વખતે, તેમણે કહ્યું હતું કે તેઓ ગુના પર અંકુશ રાખશે અને પોલીસકર્મીઓ સંવેદનશીલ અને રાજ્યના લોકો સાથે જોડાયેલા રહે તે સુનિશ્ચિત કરશે.

Read More: તાજમહેલનો વિવાદ ! જમીન જયપુરના શાસકની હતી: ભાજપ સાંસદ દિયા કુમારી

ગોયલે અગાઉ અલ્મોડા, જાલૌન, મૈનપુરી, હાથરસ, આઝમગઢ, ગોરખપુર, વારાણસી, સહારનપુર અને મેરઠ જિલ્લાના એસપી/એસએસપી તરીકે સેવા આપી છે. તેમણે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની જવાબદારી પણ નિભાવી છે.

- Advertisment -

Must Read

up madrasa national anthem mandatory education board gujarati news

ઉત્તર પ્રદેશના તમામ મદરેસામાં રાષ્ટ્રગીત ફરજિયાત, શિક્ષણ બોર્ડનો નિર્ણય

Gujarati News Live લખનૌ : હવે ઉત્તર પ્રદેશ UPના તમામ મદરેસામાં રાષ્ટ્રગીત થશે UP ના શિક્ષણ બોર્ડે આ આદેશ જાહેર કર્યો છે....