Live Gujarati News: હાર્દિકભાઈ નેતા છે હું તો કાર્યકર્તા છું: ભરતસિંહ અમદાવાદ : ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીમાં લાગી ગયા હોય તેમ જણાય છે. જ્યારે કોંગ્રેસમાં હજૂ સાસુ-વહુના ઝઘડા જેવી સ્થિતિ હોય તેમ જણાય છે. પાટીદાર નેતા હાર્દિક પટેલએ પાટીદાર અનામત આંદોલનની ભીડ કોંગ્રેસને આપી ઉપકાર કર્યો હોય તે પ્રકારના નિવેદન આપી રહ્યાં છે. બીજી તરફ નારાજ હાર્દિક મામલે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી મેણા-ટોણાં મારી રહ્યાં છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકોટના પટેલ આગેવાન નરેશ પટેલને લઈ અટકળો ચાલું છે. બીજી તરફ હાર્દિક કોંગ્રેસથી નારાજ છે તેમ જણાવે છે અને જેના લીધે તેઓ કોંગ્રેસ છોડશે કે કેમ તે અંગે અટકળો ચાલું છે. એવામાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ એક નિવેદન આપ્યું જેમાં તેઓએ હાર્દિક પટેલને ટોણો માર્યો હોય તેમ જણાય છે. ભરતસિંહના નિવેદન પરથી રાજકીય જાણકારો એવું પણ તારણ કાઢે છે કે, કોંગ્રેસના આંતરીક રાજકારણમાં એત દિશા સૂચન છે કે, જેથી વરિષ્ઠ આગેવાનોનો આ મામલે કઈ દિશામા તરફ આગળ વધી રહ્યાં છે તે અન્ય કાર્યકરો પણ સમજી શકે.
ભરતસિંહનો હાર્દિકને ટોણો !
ઉલ્લેખનીય છે કે પાટીદાર નેતા અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજગી પ્રદર્શીત કરી રહ્યાં છે. એવામાં આજરોજ કોંગ્રેસના પૂર્વ ગુજરાત પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હાર્દિક અંગે નિવેદન આપતા કહ્યું કે, હાર્દિક પટેલ અંગે જે પણ કઈ પૂછવું હોય એ હાર્દિકને પૂછો હું તો કોંગ્રેસનો કાર્યકર્તા છું અને હાર્દિકભાઈ નેતા છે. એમને હું ક્યાં સલાહ આપવા જઉં.’ જે પણ નિર્ણય લેવા પડશે તે નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવામાં આવશે. ભરતસિંહના હાર્દિકને ટોણો મારતા નિવેદનથી રાજકીય ગતિવિધી તેજ બની ગઈ છે.
હાર્દિકનો ઉપકારનો સ્વર
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રવિવારના રોજ હાર્દિક પટેલ, નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણીયા વચ્ચે ખોડલધામ ખાતે મુલાકાત થઈ હતી. જે બાદ હાર્દિકે નિવેદન આપી સ્પષ્ટ રીતે જણાવ્યું કે તેઓ કોંગ્રેસથી નારાજ છે. અને સાથે જ ઉપકારના સ્વરે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે લોકોને જોડવા માટેનું કામ કર્યું છે. 2015, 2017 હોય કે પછી એના પછીનો સમય હોય, અમે હંમેશા અમારા 100 ટકા પાર્ટીને આપ્યા છે.
હાર્દિકનો માગણીનો સ્વર
વળી બીજ તરફ હાર્દિક પટેલે માગણીના સ્વરે પણ નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં તેઓ એ કહ્યું કે, ‘હું છું જ નારાજ કોણ ના પાડે છે, અમે તો કામ માંગીએ છે, પદ થોડું માંગીએ છીએ. કાર્યકારી અધ્યક્ષ હોઉં તો જવાબદારી તો નક્કી હોવી જોઈએ કે નહીં.