આલોક ચૌહાણ, Ahmedabad News : અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે સાતમાં માળેથી નીચ પટકાતા 8 મજૂરોના મોત થયાના અહેવાલો સુત્રો પાસેથી મળી રહ્યાં છે. એસ્પાયર-2 નામની ઈમારત (Aspire 2 Building) નું બાંધકામ ચાલી રહ્યું હોય મજૂરો કામ કરી રહ્યાં હતા દરમિયાન ઘટના બનીની પ્રાથમિક માહિતી મળી રહી છે. પંરતુ મહત્વની બાબત છે કે આ ઘટનાની જાણ તાત્કાલીક ફાયર બ્રિગેડને બિલ્ડર કે કોન્ટ્રાક્ટરે કરી ન હતી. આસાપાસના લોકો પાસેથી માહિતી મળી રહી છે કે, સવારને 10;30 આસપાસ અહિં 4-5 એમ્બ્યુલન્સ આવી હતી અને અફરાતફરી જોવા મળી હતી.
બોલો… ફાયર વિભાગને પણ મીડિયામાંથી જાણ થઈ

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની ઈમારતના બાંધકામ દરમિયાન 8 મજૂરો 7માં માળેથી નીચે પટકાયા હતા. લિફ્ટના ઉપર સ્થિતી છત પર કામ કરી રહેલા મજૂરો એકાએક નીચે પટકાતા જમીન પર પટકાયા હતા. ઘટના સ્થળેથી માહિતી મળી હતી કે, આ મજૂરો પટકાયા ત્યારે બેઝમેન્ટમાં પાણી ભરેલું હોય સબમર્શિબલ પમ્પ વડે પાણી ખેંચવામાં આવ્યું હતું અને બાદમાં મજૂરોને બહાર લાવ્યા હતા. પરંતુ ફાયર બ્રિગેડના અધિકારી ખડીયા ઘટના સ્થળે જણાવે છે કે તેમને કોઈ માહિતી બિલ્ડર કે કોન્ટ્રાક્ટર દ્વારા મળી નથી. મીડિયા મારફતે જાણ થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ગુંચવાડા ભર્યા છે જવાબ

આ અકસ્માતમાં કેટલા મજૂરો ઘાયલ અને કેટલા ઈજાગ્રસ્ત થયા તે મામલો કોઈ અધિકારી સતાવાર રીતે જણાવી રહ્યું નથી. પરંતુ 8 મજૂરોના મોત થાયનું બિન સત્તાવાર સુત્રો જણાવી રહ્યાં છે. પરંતુ અકસ્માતની દેખાતી ઘટના સવાલોના ઘેરામાં આવી છે કારણ કે, આ મામલે ફાયર વિભાગને તાત્કાલીક જાણ કરવામાં નથી આવી. ઉપરાંત ઘટના સ્થળેથી મજૂરોને કઈ હોસ્પિટલમાં લઈ જવાયા તેના જવાબ પણ ગુંચવાડા ભર્યા આપવામાં આવ્યા હતા. અધિકારીઓ સુધ્ધા આ મામલે માહિતી આપવામાં અચકાતા નજરે પડતા હતા. જેથી આ કથિત અકસ્માત સવાલોના ઘેરામાં જોવા મળી રહ્યો છે.
સત્તાવાર મૃત્યુની માહિતી નહીં
હાલ ઘટના સ્થળે ફાયર વિભાગના અધિકારી ઉપરાંત એફએસએલની ટીમ પણ ઘટનાનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. આ લખાય છે ત્યાર સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક જણાવાયો નથી પરંતુ સત્યમંથનના પત્રકારના સુત્રો 8 મજૂરોના મોતના અહેવાલ આપી રહ્યાં છે.
કોના થયા છે મોત
મૃત્યુ પામનાર 8 મજૂરો ઘોઘમ્બાના વતની હોવાની પણ માહિતી સુત્રો આપી રહ્યાં છે. સુત્રો પાસેથી મૃતકોના નામની યાદી મળી જે નીચે મુજબ છે.
- સંજયભાઈ બાબુભાઇ નાયક
- જગદીશભાઈ રમેશભાઈ નાયક
- અશ્વિનભાઈ સોમાભાઈ નાયક
- મુકેશ ભરતભાઈ નાયક
- મુકેશભાઇ ભરતભાઇ નાયક
- રાજમલ સુરેશભાઇ ખરાડી
- પંકજભાઇ શંકરભાઇ ખરાડી
