આજના તાજા સમાચાર ગુજરાત, Live Cricket sport News in Gujarati : ક્રિકેટ જગત અને ક્રિકેટ Cricket રસીકો માટે આઘાત પહોંચે તેવા સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને ક્રિકેટની રમતના મહાન લેગ-સ્પિનર શેન વોર્નનું Shane Warne શુક્રવારે દુઃખદ નિધન થયું છે. શેન વોર્નનું 52 વર્ષની વયે થાઈલેન્ડના કોહ સમુઈ ખાતે નિધન થયાના અહેવાલ છે. અહેવાલમાં ઉમેર્યું હતું કે તેમના મેનેજમેન્ટે એક નિવેદન બહાર પાડ્યું છે અને તેમના પરિવારે ગોપનીયતા માટે પૂછ્યું છે. “શેન વોર્ન તેમના વિલામાં બહોશ જેવી હાલતમાં જોવા મળ્યા હતા, બાદમાં તબીબી સ્ટાફે કરેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં પણ તેમને બચાવી શકાયા ન હતા.
શેન વોર્નેની આવી રહી છે ક્રિકેટની કારકિર્દી – Live Cricket news in Gujarati
નોંધનીય છે કે, શેન વોર્ને 145 ક્રિકેટની ટેસ્ટ મેચોમાં 708 વિકેટો ઝડપી છે. તેમણે ઈતિહાસની સૌથી મહાન ટીમોમાંની ટીમના લિડર તરીકે ભૂમિકા ભજવી હતી. સૌ કોઈ જાણે છે કે, ઓસ્ટ્રેલિયાએ તેમની 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં આ ક્રિકેટની રમત પર ખુબ જ પ્રભુત્વ જમાવ્યું હતું. વોર્ન 2007 માં નિવૃત્ત થયા પછી, વોર્ન કોમેન્ટ્રી બોક્સમાં ગયા અને ઘણા અંગ્રેજી ઉનાળામાં સ્કાય સ્પોર્ટ્સ માટે પણ કામ કર્યું હતુ.
ઉલ્લેખનિય છે કે શેન વોર્નનો પરિવાર દુઃખની ઘડીમાં ગોપનીયતાની વિનંતી કરે છે. માટે આગામી સમયમાં વઘુ વિગતો સામે આવી શકે છે. અગાઉ શેન વોર્ને ઓસ્ટ્રેલિયાના અન્ય મહાન ક્રિકેટર રોડ માર્શના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું.

વોર્નને ક્રિકેટના ઇતિહાસમાં લેન્ડમાર્ક માનવામાં આવે છે. માટે તેઓ ક્રિકેટના મહાન ખેલાડીઓની યાગીમાં સામેલ છે અને મોટો ચાહક વર્ગ ધરાવે છે. આ દુઃખદ સમાચાર મળતા ક્રિકેટ અને ચાહકોમાં ગમગીની છવાઈ ગઈ છે.