Homeગુજરાતગીર સોમનાથસોમનાથ ખાતે લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન સેમીનાર યોજાયો | Gir Somnath News

સોમનાથ ખાતે લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન સેમીનાર યોજાયો | Gir Somnath News

-

પરાગ સંગતાણી ગીર-સોમનાથ તા. -૦૪, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં આયુષ્યમાન ભારત અને ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ મિશન વેલનેસને અનુલક્ષીને સોમનાથ ખાતે લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન સેમીનાર યોજાયો હતો. જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આ સેમીનારમાં દેશ-વિદેશમાં પ્રસિદ્ધ ડો.જગન્નાથ દીક્ષિત દ્વારા લાઇફસ્ટાઇલ  મોડીફીકેશન અને મેદસ્વીતા અને ડાયાબિટીસ ને કઈ રીતે કોઈપણ દવાઓ વગર અટકાવી અને કાબૂમાં લાવી શકાય તેવા મુદ્દા સાથે સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારનું ત્રણ સેશનમાં આયોજન કરવામાં આવ્યું હતુ.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આ સેમિનારમાં મુખ્ય વક્તા ડો. દીક્ષિતએ જણાવ્યું હતું કે, શરીરની અંદર વારેવારે ખોરાક અથવા મિષ્ટ પ્રવાહી લેવાને કારણે ઈન્સ્યુલીનનું પ્રમાણ વધે છે જે આગળ જઈને ડાયાબિટીસ ટાઇપ-૨ નું મુખ્ય કારક બને છે. ત્યારે ડાયાબીટીસની પરિસ્થિતિ ને ટાળવા માટે તમામ વ્યક્તિઓને દિવસમાં માત્ર બે જ વખત ખોરાક લેવા માટે તેમણે જણાવ્યું હતું. જ્યારે માત્ર ૨ જ વખત ખોરાક શરીરમાં જશે ત્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ ૨ જ વખત ઉત્પન્ન થશે જેના કારણે ઇન્સ્યુલિનનું પ્રમાણ કાબૂમાં આવી જાય છે અને ગણતરીના મહિનાઓમાં વ્યક્તિ ડાયાબિટીસ મુક્ત બની શકે છે. વધુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, જ્યારે વ્યક્તિ ખોરાક લે છે ત્યારે ૫૫ મિનિટના સમયગાળામાં દવાઓ અથવા તો ઈતર ખોરાકની પ્રવૃત્તિ કરી લેવામાં આવે તો દેશમાં ઘણા લોકો ડાયાબિટીસને શરીરમાંથી જળમુળમાંથી દુર કરી શકે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આ તકે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આધુનિક જીવનમાં પ્રવેશેલા માનસિક સ્ટ્રેસને ડાયાબિટીસનું મુખ્ય છે. યોગ અને જીવનશૈલીમાં નિયમિતતા લાવીને વ્યક્તિ ડાયાબિટીસ સામે મુક્તિ મેળવી શકે છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા અને જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે પ્રસંગોચિત ઉદબોધન કરી લાઇફ સ્ટાઇલ મોડીફીકેશનના પ્રોજેક્ટમાં જોડાવવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરવામા આવ્યો હતો.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આ કાર્યક્રમમાં શાબ્દીક સ્વાગત જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાએ અને કાર્યક્રમનું સંચાલન આચાર્ય દીપક નિમાવતે કર્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજનર વિજયસિંહ ચાવડા, અગ્રણી વિક્રમભાઇ પટાટ, બચુભાઇ વાજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવીબેન બારૈયા, જિલ્લા ખેતીવાડી અધિકારી વાઘમશી, તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા, ડો.નિમાવત, ઇન્ડીયન રેયોનના શ્રધ્ધા મહેતા સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Must Read