HomeબિઝનેસLIC IPO : દેશનો સૌથી મોટો IPO, 17મેએ લિસ્ટિંગ, 4 મેએ ખુલશે,...

LIC IPO : દેશનો સૌથી મોટો IPO, 17મેએ લિસ્ટિંગ, 4 મેએ ખુલશે, પ્રાઈઝ બેન્ડ જાણો…

-

LIC IPO Launching Date and Price Band News Gujarati: છેલ્લા ઘણા સમયથી જાહેર ક્ષેત્રની વીમા કંપની LIC (લાઈફ ઈન્સ્યોરન્સ કંપની)ના IPO ની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે સત્તાવાર રીતે LIC એ જાહેરાત કરી પોતાના IPOની જાહેરાત lic ipo date and price કરી દિધી છે. આજરોજ બુધવારના રોજ મુંબઈ ખાતેની એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવાયું છે કે, LICનો IPO 4 મેના રોજ જ ખુલશે અને તેની પ્રાઈસ બેન્ડ 902-949 રૂપિયાની વચ્ચે હશે.

દેશના સૌથી મોટા એટલે કે 21,000 કરોડના જાહેર પ્રસ્તાવ સાથે એલ.આઈ.સી.ના આઈ.પી.ઓ.ની સત્તાવાર જાહેરાત કરાઈ છે. જેમાં કંપનીએ આઈ.પી.ઓ.ની પ્રાઈઝ બેન્ડ પણ 902-949 વચ્ચે રહેશે તેમ જણાવ્યું છે. સરકારે જાહેર કંપનીના IPOના કદને ઘટાડવા છતાં દેશનો સૌથી મોટો આઈ.પી.ઓ. છે. જાહેરાત કરતા સમયે દીપમ સેક્રેટરી તુહિનકાંત પાંડે પણ હાજર રહ્યા હતા. તેમણે આઈ.પી.ઓની સાઈઝ બાબતે જણાવ્યું હતું કે, બજારમાં આવતી અડચણોને ધ્યાને લેતા એલ.આઈ.સી.ના આઈ.પી.ઓ.ની સાઈઝ યોગ્ય છે.

LIC IPO : દેશનો સૌથી મોટો IPO, Listing Date and Price બેન્ડ જાણો…

એલ.આઈ.સી.ના પોલીસી ધારકો માટે આઈ.પી.ઓ.માં રૂપિયા 60 નું ડિસ્કાન્ટ પણ હશે. તેમજ રિટેલ રોકાણકારો તેમજ એલ.આઈ.સી.ના કર્મચારીઓ માટે પ્રતિ શેર 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ રહેશે. સરકારનો એલ.આઈ.સી.માં પોતાનો 3.5 ટકા હિસ્સો 22.13 કરોડ શેર વેચવા જઈ રહી છે. આવું કરી સરકાર 20,557.23  કરોડ રૂપિયા એકત્રિત કરશે. જોકે, આ રકમ અગાઉના 60,000 ડોલરના અંદાજ કરતાં ઘણી ઓછી છે.

ઉલ્લેખનીય છે કે, આ આઈ.પી.ઓ. સેલની ઑફર (ઓ.એફ.એસ.)ના રૂપમાં છે. તેના મારફતે સરકાર પોતાના હિસ્સાના 3.5 એટલે કે 22.13 કરોડ શેર વેચવા જઈ રહી છે.

LIC ના IPOની વિગતો જાણો:

  • lic ipo date: દેશનો સૌથી મોટો IPO 4થી 9 મે વચ્ચે આવી રહ્યો છે.
  • એન્કર ઇન્વેસ્ટર્સ માટે તે 2 મેના રોજ ખુલશે.
  • IPOના ઈશ્યૂ સાઈઝ 20,557 કરોડ રૂપિયા છે.
  • lic ipo price : પ્રાઇસ બેન્ડ 902-949 રૂપિયા પ્રતિ શેર રહેશે.
  • પોલિસીધારકોને રિટેલ અને કર્મચારીઓ માટે 60 રૂપિયા અને 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

Must Read