Homeવિશેષસ્ટોરીહેરોઈન ડ્રગ ઉધરસની દવામાંથી નશીલો પદાર્થ કેવી રીતે બની ગયો જાણો...

હેરોઈન ડ્રગ ઉધરસની દવામાંથી નશીલો પદાર્થ કેવી રીતે બની ગયો જાણો…

-

હેરોઈન દવાના કારણે ટીબી, ન્યુમોનિયા, બ્રોન્કાઈટિસ જેવા રોગથી પીડાતા દર્દીઓને ખાંસીમાં રાહત મળતી હતી. 20 જેટલા દેશોમાં 1899 સુધીમાં આ હેરોઈન નામની દવા વેચાઈ રહી

ગુજરાતમાં(Gujarat) છેલ્લા દિવસોમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ(drug) ઝડપાઈ રહ્યાં છે. ડ્રગ્સની લત લાખો ઘરને બરબાદ કરી નાખવાનું કામ કરી રહી છે. તેમાં એક ડ્રગ હેરોઈનનું નામ પણ સામેલ છે. પરંતુ હેરોઈન(Heroin) ડ્રગની ઉત્પતી(History) અને ઉપયોગ થવાની શરૂઆત કંઈક અલગ જ છે.

18મી સદીના છેલ્લા સમયે પ્રયોગશાળામાં તૈયાર થયેલ હેરોઈન શરદી-ખાંસીના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતો હતો. આ વાત જાણીને અચરજ થાય તેવું છે પણ આ હકિકત છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર – Heroin drug addict image

હેરોઈનની શોધ થયાના 100 વર્ષ જેટલા સમય બાદ પણ હેરોઈન ઉપયોગમાં છે પણ તેને હવે માદક પદાર્થોની શ્રેણીમાં માનવામાં આવે છે. આ માદક દ્રવ્યના સેવનના કારણે એકલા અમેરિકામાં જ છેલ્લા બે દાયકામાં 130,000 લોકોના મોત થયાના અહેવાલો છે. આ આંકડામાં જો અન્ય દેશોના આંકડા જોડાય તો આંકડો ક્યાં પહોંચે તેનો અંદાજ લગાવી શકાય છે. હેરોઈન નામક માદક પદાર્થને બાદમાં પ્રતિબંધિત કરવો પડ્યો.

ડાયસિટીલમૉર્ફિન વિશે જાણો –
હેરોઈન એ એક સિન્થેટીક ડ્રગ છે જેનું રાસાયણિક નામ ડાયસિટીલમૉર્ફિન છે. જેની શોધ થયાના ઉલ્લેખમાં સૌથી જૂની માહિતી વર્ષ 1874માં મળે છે. એક અંગ્રેજી કેમિસ્ટ સી.આર.એ. રાઈટે તેને મૉર્ફિનમાંથી અલગ તારવી તેને સિન્થેટિક સ્વરૂપ આપી આ ડ્રગ તૈયાર કર્યુ હતુ. હાલનું આ માદક દ્રવ્ય લંડનની સેન્ટ મેરીઝ હોસ્પિટલ સ્કૂલ ઑફ મેડિસીનની પ્રયોગશાળામાં તૈયાર થયુ હતુ.

એક અહેવાલમાં જણાવ્યા મુજબ અમેરિકાની બફેલો યુનિવર્સિટીના પ્રોફેસર અને માદક પદાર્થોના ઈતિહાસની અભ્યાસુ ડેવિડ હર્ઝબર્ગ જણાવે છે કે, તે સમયે અફિણ અને અફિણ અને અફિણમાંથી બનતા મૉર્ફિનનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવતો હતો.

તેમજ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સાયકિયાટ્રિક પ્રોફેસર કિથ હમ્ફ્રી એક મિડીયા અહેવાલમાં જણાવે છે કે અફિણના આ પદાર્થો નાશાકારક છે તેની માહિતી ત્યારે પણ હતી અને આજે પણ છે. જેના કારણે તેનો ઉપયોગ દવા બનાવતી કંપનીઓ પીડાશામક દવા તરીકે કરતી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર – Diamorphine ampoules (credit -wikidoc)

શરૂઆતના સમયમાં તો ઘણાંનું માનવુ હતુ કે હેરોઈન ઓછુ લત લગાડનારું છે તેમજ તેની આડઅસર ઓછી છે. વર્ષ 2020માં ધ કન્વર્ઝેશન મેગેઝિનમાં એક લેખમાં કેમિલો હોઝે સેલા યુનિવર્સિટીના ફાર્માલોજીના પ્રોફેસર એલામો ગોન્ઝાલીઝ દ્વારા જણાવાયું હતું કે, ટીબીના દર્દીઓને સતત ખાંસી રહેતી હતી. જે ખાંસમાં રાહત માટે હેરોઈનનો પ્રયોગ કરતો અને તેના કારણે દર્દીને રાહત મળતી અને સારી રીતે ઉંઘી શકતા હતા.

હેરોઈનની શોધ થઈ ત્યારે શરૂઆતના તબક્કામાં તો મેડિકલ જગતના લોકોને તેમાં ખાસ રસ પડ્યો ન હતો. બાદમાં જ્યારે વર્ષ 1897માં જર્મન ફાર્મા કંપની બેયરની ટીમના હેન્રિક ડ્રેસરની આગેવાની હેઠળની સંશોધન ટીમે મૉર્ફિન અથવા કોકેનની જગ્યાએ હેરોઈનનો ઉપયોગ થઈ શકે કે કે તેના પ્રયોગ શરૂ કર્યા હતા. એક અહેવાલમાં બેયરના આર્કાઈવ્ઝને ટાંકીને જણાવાયુ છે કે સંશોધખો શ્વાચ્છોશ્વાસના દર્દીઓને રાહત મળે તેવી દવાની શોધમાં હતા.

આ ટીમના એક સદસ્યએ ડાયસિટીલમૉર્ફિન વિશે વિચાર કર્યો હતો અને તેના પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ થયા હતા. બર્લિનમાં બેયર કંપનીએ પ્રયોગ પ્રથમ પશુ પર કર્યા અને બાદમાં માનવ પર પ્રયોગો કર્યા હતા. જેમાં સામે આવ્યુ કે ડાયસિટીલમૉર્ફિનના કારણે દર્દીને ખાંસીમાં રાહત મળતી હતી અને તેના કારણે તેને હેરોઈક ડ્રગનું નામ આપવમાં આવ્યું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
In 1898 Bayer launched Heroin as a cough medicine & advertis

બાદમાં 1898માં બેયર કંપનીએ ખાંસીમાં રાહત આપતી દવા તરીકે ડાયમસિટીલમૉર્ફિનને મુખ્ય તત્વ તરીકે રાખીને ઉત્પાદન શરૂ કર્યુ હતુ જેને નામ આપવામાં આવ્યું હતુ “હેરોઈન”. આ દવા 1, 5 અને 10 ગ્રામના પાવડર તરીકે મુકવામાં આવી હતી. બાદમાં તેમાં ફેરફાર કરી સિરપ તેમજ ટેબ્લેટ સ્વરૂપે પણ માર્કેટમાં મુકવામાં આવી હતી.

આ દવાઓ બહુ સફળતા પુર્વક બજારમાં મળતી અને વેચાતી રહી હતી. આ દવાના કારણે ટીબી, ન્યુમોનિયા, બ્રોન્કાઈટિસ જેવા રોગથી પીડાતા દર્દીઓને ખાંસીમાં રાહત મળતી હતી. 20 જેટલા દેશોમાં 1899 સુધીમાં આ હેરોઈન નામની દવા વેચાઈ રહી હતી. પરંતુ આ દવા તો ડૉકટરના પ્રિસ્ક્રિપ્શન વિના કાઉન્ટર ડ્રગની માફક મળી રહી હતી. જેના કારણે બાળકો પણ આ દવા લેતા થયા હતા તેવું એક અહેવામાં જાણવા મળે છે.

છેક 1914 સુધી હેરોઈન જેવા માદક પદાર્થ માટે દર્દીને ડૉકટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડતી ન હતી. બાદમાં અમેરિકામાં હેરિસન નોર્કોટિક્સ એક્ટ કાયદો લાગુ પડ્યો હતો. એક અહેવાલમાં જાણવા મળે છે કે તે સમયે હેરોઈનને માત્ર ખાંસી રોકવા જ નહી પણ અફિણ અને દારૂની લત છોડવા માટે પણ આગળ ધરવામાં આવતુ હતુ.

પરંતુ આ વિચારને ડોકટરો દ્વારા હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યો હતો. હેરોઈન જ્યારે દવા તરીકે વેચાણ થતું ત્યારે તેના પર ચેતવણી રહેતી કે હેરોઈન પોતે પણ વ્યસન બન શકે તેવું જોખમ ધરાવે છે. હેરોઇન દવા તરીકે વેચાવા લાગ્યું ત્યારથી જ સાથે ચેતવણી પણ આવવા લાગી હતી કે હેરોઈન પોતે વ્યસન બની જાય તેવું જોખમ છે.

હેરોઇન ગેરકાયદે રીતે વેચાવા લાગ્યું હતું તેનાથી પોતાને અળગા રાખવા બેયર કંપનીએ પ્રયાસો કર્યા હતા. જોકે અમેરિકામાં ઘણી હૉસ્પિટલોમાં 1916થી હેરોઇનનો દવા તરીકે ઉપયોગ બંધ થવા લાગ્યો હતો. 1924માં આખરે અમેરિકાની સંસદે હેરોઇન પર પ્રતિબંધ મૂક્યો હતો.બેયર કંપનીએ મે 1940થી દવા તરીકે હેરોઇનનું ઉત્પાદન પણ બંધ કરી દીધું.

વીસમી સદીમાં બીજા દેશોમાં પણ હેરોઇન પર પ્રતિબંધો મુકાવા લાગ્યા અને આજે હવે દુનિયાના મોટા ભાગના દેશોમાં હેરોઇન ગેરકાયદે છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....