Homeગુજરાતબોટાદના લઠ્ઠાકાંડમાં સમિર પટેલ પર સદોષ મનુષ્યવઘની કલમ લગાવતા IPS નિર્લિપ્ત રાય

બોટાદના લઠ્ઠાકાંડમાં સમિર પટેલ પર સદોષ મનુષ્યવઘની કલમ લગાવતા IPS નિર્લિપ્ત રાય

-

બોટાદ ન્યુઝ : બોટાદના બરવાળમાં થયેલા કથિત લઠ્ઠાકાંડનો મામલાની તપાસ IPS અધિકારી નિર્લિપ્ત રાય અને અમદાવાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડની તપાસ IPS જ્યોતિ પટેલને સોંપાઈ હતી. તપાસ સોંપાતા જ આરોપીઓમાં ભય પેસી ગયો હોય તેવો માહોલ સર્જાયો છે. ત્યારે લઠ્ઠાકાંડ(Latthakand)માં AMOS કંપનીમાંથી ગયેલા કેમિકલની તપાસ શરૂ થતા જ કંપનીનો માલિક સમિર પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. નિર્લિપ્ત રાયે આરોપી સમિર મટેલ પર સદોષ મનુષ્યવધની કલમ 304 મુજબ ગુનો નોંધ્યો છે.

કથિત રીત આરોપી AMOS કંપનીનો માલિક સમિર પટેલ (Smir Patel) પુર્વ મંત્રીનો પુત્ર હોવાથી રાજકીય વગધરાવે છે અને રાજકીય આગેવાનો સાથે ભાગીદારી ધરાવે છે તેવો ગણગણાટ શરૂ થયો હતો. પરંતુ હવે નિર્લિપ્ત રાયે હવે સમિર પટેલને વિધિસર નોટિસ મોકલી બોલાવ્યા બાદ પણ હાજર ન થતા શોધવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો- નકલી ચલણી નોટ મામલે રાજસ્થાન પોલીસે મોરબી જિલ્લામાંથી વધુ બે આરોપીની કરી ધરપકડ

બોટાદના લઠ્ઠાકાંડ મામલાની તપાસ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના એસ.પી. નિર્લિપ્ત રાયને આપવામાં આવી છે. આ કેસની તપાસમાં તેમણે બોટાદના બરવાળામાં મીથાઈલ આલ્કોહોલ કેમિકલ AMOS કંપનીમાંથી ગયાનું જાણવા મળતા કંપનીના માલીક સમિર પટેલને વિધિસર સમન્સ કરી બોલાવ્યા હતા. પરંતુ સમિર પોલીસ સામે હાજર થવાના બદલે ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના એસ.પી. નિર્લિપ્ત રાય સમિર પટેલ દેશ છોડી નાસી ન જાય માટે લુક આઉટ નોટિસ જાહેર કરવા માટે પણ તજવીજ હાથ ધરી હતી. 50થી વધારે લોકોના મોતના આ કેસ મામલે નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) સદોષ મનુષ્યવધની કલમ ઉમેરવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે તેમણે બરવાળા કોર્ટને એક રિપોર્ટ પણ મોકલી આપ્યો છે.

Must Read