ખેડૂતો પર લાઠીચાર્જ કરતા એસ.ડી.એમ.નો વીડિયો વાયરલ: કરનાલમાં હરિયાણા પોલીસે ખેડો પર લાઠીચાર્જ કર્યાની ઘટના બની હતી. આ લાઠીચાર્જ બસતાડા ટૉલ પ્લાઝા પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કરવામાં આવ્યો હતો.
કરનાલમાં ખેડૂતો પર થયેલા લાઠીચાર્જમાં કેટાલક ખેડૂતો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલો નોંધાયા છે. ઘાયલ ખેડૂતોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમાચાર એજન્સી એ.એન.આઈ.એ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમા જોઈ શકાય છે કે પોલીસકર્મીઓ ટૉલનાકા પર ખેડૂતોના ટોળાને વિખેરવા માટે પ્રયાસ કરી રહી છે.
ખેડૂતો પર લાઠીચાર્જ કરતા એસ.ડી.એમ.નો વીડિયો વાયરલ#WATCH | Haryana: Police baton charged farmers who were protesting at Bastara toll plaza area in Karnal pic.twitter.com/NlYiUnDJMr
— ANI (@ANI) August 28, 2021
#WATCH | Haryana: Police baton charged farmers who were protesting at Bastara toll plaza area in Karnal pic.twitter.com/NlYiUnDJMr
— ANI (@ANI) August 28, 2021હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર આગામી પંચાયતોની ચૂંટણીને લઈ કરનાલમાં ધારસભ્યો અને મંત્રીઓ સાથે બેઠકો કરી રહ્યા હતા. આ બેઠકમાં ખેડૂતો વિરોધ નોંધાવવા માટે કરનાલના બસતાડા ટૉલ પ્લાઝા પર એકઠાં થયા હતા. પોલીસે પહેલા ખેડૂતોને પ્રદર્શન પરથી હટી જવા માટે ચેતવણી આપી હતી અને બાદમાં લાઠીઓ વિંઝી હતી. સમાચાર એજન્સી પી.ટી.આઈ.ના ટ્વીટ અનુસાર કરનાલમાં પોલીસ લાઠીચાર્જમા અંદાજે 10 ખેડૂતો ઘાયલ થયા છે, જ્યારે કેટલાક વાહનોના કાંચ ફૂટતા નુકશાનીના સમાચાર છે.
Haryana: Police lathicharge protesting farmers near Karnal for disrupting traffic movement on highway, 10 injured
— Press Trust of India (@PTI_News) August 28, 2021
આ કાર્યવાહીનો આદેશ આપતા કરનાલના એસડીએમ આયુષ સિન્હાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ કહેતા જણાય છે કે, કરના હૈ યા નહીં કરના હૈ, તો બાત યે હૈ કી કરના હૈ. યે નાકા નહીં તૂટના ચાહીએ, હર હાલમે, યે ક્લિયર હૈ. જેના જવાબમાં પોલીસના જવાનો યસ સરનો અવાજ કરે છે. બાદમાં આયુષ સિન્હાએ કહ્યું કે, “એક્શન કરશો.” ફરી વખત યસ સરનો અવાજ આવે છે. તેના બાદ સિન્હા કહે છે, “પાક્કું” ફરી વખત યસ સરનો અવાજ આવે છે. અને સિન્હા કહે છે, “ઠિક છે, લાઈન અપ કરો અને કરી દો.”
Haryana | Stone pelting had started at many places… It was said during the briefing to use force proportionately: Karnal SDM Ayush Sinha on viral video showing him asking policemen to hit protesting farmers on their heads pic.twitter.com/Re9Zi8iovT
— ANI (@ANI) August 28, 2021
આ વીડિયોને લઈ એસ.ડી.એમ. આયુષ સિન્હાએ સમાચાર એજન્સી એ.એન.આઈ.ને કહ્યું હતું કે અમુક સ્થળો પર પત્થરબાજી શરૂ થઈ ગઈ હતી… પોલીસ કર્મચારીને બ્રિફિંગ દરમિયાન સમજી વિચારી બળ પ્રયોગનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષી કાયદાઓ વિરૂધ્ધ ખેડૂત લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતો આ ત્રણ કૃષી કાયદાઓને પરત ખેંચવાની માગણી કરી રહ્યાં છે.