Homeરાજકારણહવે રાજકારણ જામ્યું ! ભાજપના વખાણ કરતા હાર્દિક પટેલ અને કચરો ભેગો...

હવે રાજકારણ જામ્યું ! ભાજપના વખાણ કરતા હાર્દિક પટેલ અને કચરો ભેગો ન કરાય તેવું કહેતા દિલીપ સંઘાણી

-

Latest Breaking News Gujarati : ગુજરાતના રાજકારણની લેબોરેટરીમાં અવનવા અખતરા શરૂ થઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણી નજીક હોય સમજી શકાય છે કે નેતાઓ યોગ્ય સ્થળે સોદા બાજી કરવા લાગ્યા હોય. દરમિયાન કેટલાક પાટીદારોના નેતા અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ રાજકારણને ચકડોળે ચઢાવી રહ્યાં છે. ત્યારે દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ દિલીપ સંઘાણીએ પત્રકારને ટેલિફોનિક વાતચીત દરમિયાન હાર્દિકને કચરો ગણાવી પોતાનું મંત્વ્ય રજૂ કર્યું હતું. તો બીજી તરફ હાર્દિકના ઈન્ટવ્યુંને ટાંકીને દિવ્યભાસ્કરે પ્રસિધ્ધ કરેલો અહેવાલ પણ રાજકારણની કુકરી ગાંડી કરે તેવો છે.

ભાજપની કૂટનિતી કામ કરી ગઈ ?

હાર્દિકે કોંગ્રેસથી નારાજગી બતાવવા અને નરેશ પટેલનો નિર્ણય ઝડપી લેવા હાઈકમાન્ડને કહેવાની વાત મીડિયાને કહેવા જેવી અનેક બાબતો પરથી તેમણે રાજકારણ ચકડોળે ચડાવ્યું છે. જેના કારણે લોકોમાં ચર્ચાઓ ચાલી કે તેઓ ભાજપના પ્રમુખ પાટીલ સાથે સંપર્કમાં છે અને તેમણે ભાજપમાં જવાનો માર્ગ કરવા માટે ખેલ નાખ્યો છે. ત્યારે જ એક ગુજરાતી મીડિયાના ઈન્ટવ્યુમાં હાર્દિક પટેલના સુર બદલાયેલા જોવા મળતા લોકો ચર્ચા કરે છે કે હાર્દિક ભાજપમાં જાય કે નહીં પણ ભાજપની કુટનિતી સફળતા પુર્વક કામ કરી ગઈ છે.

Viral Gujarati News ભાજપના વખાણ કરતા હાર્દિક પટેલ-કચરો ભેગો ન કરાય તેવું કહેતા દિલીપ સંઘાણી

શું આ છે બગાવતા સુર ?

તાજેતરમા જ પાટીદાર નેતા હાર્દિક પટેલના કોંગ્રેસ વિરુધ્ધના સુર જોવા મળ્યા હતા. જેના કારણે ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ નારાજ જોવા મળ્યા હતા. રઘુ શર્માએ તો એક નિવેદનમાં પાર્ટીથી ઉપર કોઈ નથી તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપી દિધી હતી. વળી હાર્દિક પટેલે તો એક મીડિયાને જણાવ્યું હતું કે તે ‘કોંગ્રેસમાં નસબંધી કરેલા વરરાજા જેવી હાલતમાં છે’. પરિણામે હાર્દિક પટેલના બગાવતના સુર તેજ થયા અને હવે પક્ષ પલટો કરશે તેવી અટકળો શરૂ થઈ હતી.

સર્વ સમાજ ભૂલી ગયો હાર્દિક ?

આજસુધી હાર્દિક પટેલ દ્વારા પક્ષ છોડશે કે કેમ અને ભાજપમાં જશે કે કેમ તે અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આજ રોજ દિવ્ય ભાસ્કરે કરેલા એક ઈન્ટરવ્યુમાં તેણે જે પ્રકારે નિવેદન આપ્યા તે જોતા હાર્દિક પણ રાષ્ટ્રવાદ, ધર્મવાદ જેવી બાબતે રાજકારણ કરશે તેવી શક્યતા છે. સાથે જ પાટીદાર યુવાનોને રાજકારણમાં સેટ કરવાની હાર્દિકની વાત ક્યાંકને ક્યાંક સર્વ સમાજથી દુર જઈ ફરી એક વખત પાટીદાર તરફ એટલે કે જાતિવાદ તરફ કેન્દ્રિત થતી જોવા મળી છે.

હાર્દિકને કચરો ગણાવી કહ્યું કે પાટીદારો ભાજપ સાથે જ રહેશે.

દિવ્યભાસ્કરે વેબસાઈટ પર મુકેલા ઈફ્કોના ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી સાથે ટેલિફોનીક વાતચીતના કથિત વીડિયોમાં તેઓ જણાવે છે કે, હાર્દિક જેવો કચરો ભેગો ન કરાય. સાથે જ લેઉઆ પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો ભાજપને ફેર પડશે તેવા યેલા સવાલના જવાબમાં કથિત વીડિયોમાં સંઘાણી જણાવે છે કે, તો શું થાય કંઈ ન થાય, હાર્દિક પાટીદાર જ હતો કોંગ્રેસમાં ગયો તો શું થઈ ગયું, પાટીદારો ભાજપ સાથે જ રહેશે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...